સોમનાથ ખાતે શ્રાવણ મહિનામાં ભાવિકોને, આ પ્રસાદી વિતરણ સેવા
સોમનાથ 16 ઓગસ્ટ (હિ.સ.) સોમનાથ શ્રાવણ મહિનો એટલે ભોળાનાથ નો પ્રિય શ્રાવણ મહિનામાં સોમનાથમાં લાખો ભાવિકો શ્રદ્ધાથી દર્શન માટે આવે છે ત્યારે અહીંયા ભોજન કીર્તન નો જમાવડો જોવા મળી રહ્યો હોય ત્યારે સોમનાથ પવિત્ર શ્રાવણમાસમાં સોમનાથ મહાદેવ સાનિધ્યે ભા
સોમનાથ ખાતે શ્રાવણ મહિનામાં ભાવિકોને, આ પ્રસાદી વિતરણ સેવા


સોમનાથ 16 ઓગસ્ટ (હિ.સ.)

સોમનાથ શ્રાવણ મહિનો એટલે ભોળાનાથ નો પ્રિય શ્રાવણ મહિનામાં સોમનાથમાં લાખો ભાવિકો શ્રદ્ધાથી દર્શન માટે આવે છે ત્યારે અહીંયા ભોજન કીર્તન નો જમાવડો જોવા મળી રહ્યો હોય ત્યારે સોમનાથ પવિત્ર શ્રાવણમાસમાં સોમનાથ મહાદેવ સાનિધ્યે ભાવિકોને, સંપૂર્ણ શ્રાવણ માસ વિના મૂલ્ય પ્રસાદી વિતરણ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ સાનિધ્યે પવિત્ર શ્રાવણ માસમાં રાજુલા - જાફરાબાદ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને મંત્રી પરસોત્તમભાઈ સોલંકી ની પ્રેરણા અને સહકારથી આખોય મહિનો સોમનાથ આવતા ભાવિકોને સોમનાથ મંદિરના પટાંગણમાં સવારે 7 થી 12 અને સોમવારે બપોરે ત્રણ વાગ્યા સુધી દર્શન અર્થે આવેલા ભાવિકોને આ પ્રસાદી વિતરણ સેવા પ્રભાસ- પાટણની કોળી સેના અને કોળી સમાજ દ્વારા આ વ્યવસ્થા કોળી સમાજના યુવકોના સાથથી વિજયભાઈ બામણીયા સંભાળી રહ્યા છે.

પ્રસાદીમાં સૂકીભાજી અને શીરા નો સમાવેશ થાય છે. રોજના અંદાજે 5,000 થી વધુ અને સોમવારે તેથી વધુ ભાવિકો આ પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande