પવિત્ર શ્રાવણ માસની સુદ ચોથ નિમિત્તે સોમનાથ મહાદેવનો ભસ્મ તથા લાલ પુષ્પોથી અલૌકિક શ્રૃંગાર
સોમનાથ 16 ઓગસ્ટ (હિ.સ.) પવિત્ર શ્રાવણ માસની સુદ ચોથના પ્રસંગે આદિજ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ભસ્મ અને લાલ પુષ્પો વડે ભાવવિભોર શ્રૃંગાર કરાયો. એક તરફ ભસ્મથી આભૂષિત સોમેશ્વર, જે સૃષ્ટિના આરંભ અને અંતના શાશ્વત પ્રતિકરૂપ છે, બીજી તરફ જીવનના સૌ રંગ અ
પવિત્ર શ્રાવણ માસની સુદ ચોથ  નિમિત્તે


સોમનાથ 16 ઓગસ્ટ (હિ.સ.) પવિત્ર શ્રાવણ માસની સુદ ચોથના પ્રસંગે આદિજ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ભસ્મ અને લાલ પુષ્પો વડે ભાવવિભોર શ્રૃંગાર કરાયો. એક તરફ ભસ્મથી આભૂષિત સોમેશ્વર, જે સૃષ્ટિના આરંભ અને અંતના શાશ્વત પ્રતિકરૂપ છે, બીજી તરફ જીવનના સૌ રંગ અને મોહનું પ્રતિક બનેલા લાલ પુષ્પો મહાદેવના ચરણોમાં અર્પણ કરાયા.

ભસ્મ જાણે સંદેશ આપે છે કે આ જગતમાં બધું ક્ષણભંગુર છે, માત્ર શિવ જ શાશ્વત છે. બીજી બાજુ, લાલપુષ્પો જીવનની લાલસા અને મોહને દર્શાવે છે.

આ એક અદભુત સંગમ છે જ્યાં ભસ્મનું વૈરાગ્ય અને લાલ પુષ્પોનું અનુસંધાન એક જ દિવ્ય સ્વરૂપમાં એકરૂપ બને છે. આ મહાદેવનું તે રૂપ છે જે સંદેશ આપે છે કે જીવન અને મૃત્યુ, વૈરાગ્ય અને પ્રેમ બધું એક જ પરમ સત્યમાં સમાયેલ છે, જેને ભક્તો કહે છે ૐ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર

આજે પીળા પૂષ્પો અને ગુલાબ મળી 101 કિલોથી વધુ પુષ્પોથી સોમનાથ મહાદેવ ને પૂજારી દ્વારા શૃંગારીત કરવામાં આવેલ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande