NH-68 માટે 348 હેક્ટર જમીન સંપાદન પ્રક્રિયા તેજ
પાટણ, 16 ઓગસ્ટ (હિ.સ.) : NHAI દ્વારા NH-68ના રાધનપુર-પાટણ સેક્શન (કિમી 0 થી 52.900)ના પહોળાઈકરણ અને અપગ્રેડેશન માટે જમીન સંપાદન પ્રક્રિયા ઝડપી બનાવાઈ છે. પાટણ જિલ્લાના ચાર તાલુકામાં કુલ 348.0512 હેક્ટર જમીન સંપાદિત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. કન
NH-68 માટે 348 હેક્ટર જમીન સંપાદન પ્રક્રિયા તેજ


પાટણ, 16 ઓગસ્ટ (હિ.સ.) : NHAI દ્વારા NH-68ના રાધનપુર-પાટણ સેક્શન (કિમી 0 થી 52.900)ના પહોળાઈકરણ અને અપગ્રેડેશન માટે જમીન સંપાદન પ્રક્રિયા ઝડપી બનાવાઈ છે. પાટણ જિલ્લાના ચાર તાલુકામાં કુલ 348.0512 હેક્ટર જમીન સંપાદિત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા નેશનલ હાઈવે એક્ટ, 1956ની કલમ 3A હેઠળનું સુધારેલું ડ્રાફ્ટ નોટિફિકેશન તૈયાર કરી પાટણ કલેક્ટર કચેરી અને સ્પેશિયલ લેન્ડ એક્વિઝિશન ઓફિસરને ચકાસણી માટે સુપરત કરાયું છે. સુધારેલા પ્લાનમાં 60 મીટર પહોળાઈ તથા મહેસૂલી નકશા અને 7/12ના સબ-ડિવિઝનની વિગતોનો સમાવેશ કરાયો છે.

ભારતના રાજપત્રમાં નોટિફિકેશન પ્રસિદ્ધ થયાની તારીખથી 21 દિવસમાં હિત ધરાવતી વ્યક્તિ જમીન સંપાદન અંગે વાંધો રજૂ કરી શકશે. વાંધા લેખિતમાં સ્પેશિયલ લેન્ડ એક્વિઝિશન ઓફિસર, કલેક્ટર કચેરી, પાટણ ખાતે રજૂ કરવાના રહેશે.

તાલુકાવાર જોતા હારીજ તાલુકામાં સૌથી વધુ 147.2618 હેક્ટર જમીન સંપાદિત થશે. તેમાં ખાખલ 27.5592, જસવંતપુરા 14.2416, રઘુનાથપુરા 16.8081, રોડા 40.3889, વાંસા 3.1846 અને દુનાવાડા 30.3480 હેક્ટરનો સમાવેશ થાય છે.

રાધનપુર તાલુકામાં 85.0933 હેક્ટર જમીન સંપાદન હેઠળ આવશે, જેમાં શિનાડ 28.9144, નાનાપુરા 25.4907, ધરવાડી 12.7553 અને કમલપુર-ધરવડી 18.4169 હેક્ટરનો સમાવેશ થાય છે. જ્યારે પાટણ તાલુકામાં 81.5232 હેક્ટર જમીન હેઠળ વડલી ખાનપુરડા, દૂધરામપુરા, હનુમાનપુરા, વડલી, અનાવાડા સહિતના વિસ્તારોનો સમાવેશ કરાયો છે.

સમી તાલુકાના દાદર ગામમાં 18.6739 હેક્ટર જમીન સંપાદિત થશે. તેમાં ખાનગી ખેતી ઉપરાંત સરકારી રસ્તા, કેનાલ, ચેકડેમ અને ગૌચરની જમીનનો પણ સમાવેશ થાય છે. આમ, ચાર તાલુકામાં મળીને કુલ 348.0512 હેક્ટર જમીન NH-68ના વિકાસ માટે સંપાદિત કરાશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande