

ગાંધીનગર, 17 ઓગસ્ટ (હિ.સ.) સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પર ગુજરાતી સમુદાયના અગ્રણીઓએ ભારતીય ત્રિરંગા સાથે ઉપસ્થિત રહીને મુખ્યમંત્રીનો ઉષ્માસભર સત્કાર કર્યો હતો.
મુખ્યમંત્રી સાન ફ્રાન્સિસ્કોના ગુજરાતી સમુદાયો સાથેની બેઠકથી પોતાના યુ.એસ પ્રવાસનો પ્રારંભ કરવાના છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટથી અમેરિકા જવા રવાના થયા મુખ્યમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- 2027 સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસે રવાના થયા બાદ પ્રથમ અમેરિકા પહોંચ્યા.
મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત ડેલિગેશન અમેરિકામાં વોશિંગટન ડી સી, ન્યુયોર્ક,સાન ફ્રાન્સિસ્કો તેમજ કેનેડામાં ટોરેન્ટોમાં ત્યાંના વિવિધ ઉદ્યોગ રોકાણકારો, ઇમરજીંગ ટેકનોલોજી સેકટરના અગ્રણીઓ અને ગુજરાતી સમુદાયો સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ તેમજ વન ટૂ વન બેઠકો યોજીને ગુજરાતની વૈશ્વિક વિકાસ ગાથાની પ્રસ્તુતિ કરશે..
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 16 ઓગસ્ટથી અમેરિકા-કેનેડા પ્રવાસે છે અને પ્રવાસ દરમિયાન Vibrant Gujarat 2027 માટે રોકાણકારો સાથે બેઠકો યોજાવાની છે.
મુખ્યમંત્રીની ગેરહાજરીમાં કોઈ મંત્રીને કેરટેકર મુખ્યમંત્રી બનાવાયા નથી. ચર્ચા છે કે, હવે દર બુધવારે મળતી કેબિનેટની બેઠક પણ નહી મળે.
મુખ્યમંત્રીની સાથે જે આઈએએસ ગયા છે તેમા મુખ્ય સચિવ એમ કે દાસ, નાણા ખાતાના એસીએસ નટરાજન,સીએમઓમાં ફરજ બજાવતા સંજીવકુમાર અને વિક્રાંત પાંડે, ઉધોગ સેક્રેટરી મમતા વર્મા, ઉધોગ કમિશનર પી.સ્વરુપ,ગિફ્ટ સિટીના એમડી સંજય કૌલ, ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેન્દ્ર કુમારનો સમાવેશ થાય છે.આંચકો લાગે તેવી વાત એ છે કે, વાઈબ્રન્ટ સમિટ માટે ગયેલા આ મહાનુભાવોના વિદેશના વિવિધ કાર્યક્રો-બેઠકોના શિડ્યુઅલને ખુબ જ ખાનગી રખાયો છે. જેને લઈને બ્યુરોક્રેટ્સમાં પણ ગણગણાટ જોવા મળે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ