વડોદરાના પરિવાર માટે રજાઓ બની કાળરાત: કામધેનુ રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં જોડિયા ભાઈઓનાં કરૂણ મોત
વડોદરા, 17 ઓગસ્ટ (હિ.સ.) વડોદરાના તાંદલજાના સિદ્દીકી પરિવાર માટે આ પ્રવાસ કાળરાત સાબિત થયો. સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં જોડિયા માસૂમ ભાઈઓના કરૂણ મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ, તાંદલજાના રહેવાસી સિદ્દીકી પરિવાર રજાઓ માણવા કામધેનુ રિસોર્ટ ગયો હ
મોત


મોત


વડોદરા, 17 ઓગસ્ટ (હિ.સ.) વડોદરાના તાંદલજાના સિદ્દીકી પરિવાર માટે આ પ્રવાસ કાળરાત સાબિત થયો. સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં જોડિયા માસૂમ ભાઈઓના કરૂણ મોત નિપજ્યા છે.

મળતી માહિતી મુજબ, તાંદલજાના રહેવાસી સિદ્દીકી પરિવાર રજાઓ માણવા કામધેનુ રિસોર્ટ ગયો હતો. પરિવારના જોડિયા પુત્રો હમજા સિદ્દીકી અને નોમાન સિદ્દીકી સ્વિમિંગ પૂલમાં નાહવા ઉતર્યા હતા. આ દરમિયાન બંને બાળકો એડલ્ટ સ્વિમિંગ પૂલમાં પહોંચી જતા પાણીમાં ડૂબી ગયા હતા. બાળકોને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડૉક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટનાનો સૌથી કરૂણ પાસો એ છે કે બંને જોડિયા ભાઈઓનો જન્મદિવસ આગામી 27 ઓગસ્ટે ઉજવાવાનો હતો. જન્મદિવસના માત્ર 11 દિવસ પહેલાં જ બંને સંતાનોને ગુમાવતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

પરિવારના જણાવ્યા મુજબ, બાળકોની જિદને કારણે તેઓ રિસોર્ટ ફરવા ગયા હતા, પરંતુ કોઈએ કલ્પના પણ કરી નહોતી કે આ સફર તેમની અંતિમ યાદ બની જશે. બાળકોના મોત બાદ પરિવારજનોએ રિસોર્ટ મેનેજમેન્ટ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે. સ્વિમિંગ પૂલ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા, લાઇફગાર્ડની હાજરી અને બાળકો માટે અલગ સુરક્ષિત પૂલ જેવી વ્યવસ્થાઓ અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં આંકલાવ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ રિસોર્ટમાં સુરક્ષાના નિયમોનું પાલન થયું હતું કે નહીં તેમજ આ દુર્ઘટનામાં કોઈની બેદરકારી હતી કે કેમ તે મુદ્દે તપાસ કરી રહી છે. રજાઓ દરમિયાન પરિવાર સાથે રિસોર્ટ કે વોટર પાર્કમાં જતાં દરેક વાલીઓ માટે આ ઘટના ચેતવણીરૂપ છે. બાળકોને સ્વિમિંગ પૂલમાં ક્યારેય એકલા ન છોડવા, લાઇફગાર્ડની હાજરીની ખાતરી કરવા અને બાળકો માટે નિર્ધારિત પૂલમાં જ તેમને ઉતારવા જેવી સાવચેતીઓ એક નાની બેદરકારીને મોટી દુર્ઘટનામાં ફેરવાતી અટકાવી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande