દહેજ જીઆઈડીસીની વિઝન પ્રોડક્ટ્સ કંપનીના વેરહાઉસમાં સોલ્વન્ટના ડ્રમમાં ભીષણ આગ
- વેરહાઉસ ભયાનક આગની લપેટમાં જ્યાં સુધી સોલવંટ બળી ના જાય ત્યાં સુધી આગ રહેશે - સ્ટેટિક ચાર્જ કે સોલ્વન્ટ ઢોળાવાથી આગ લાગ્યાની આશંકા ભરૂચ,17 ઓગસ્ટ (હિ.સ.) દહેજ જીઆઈડીસીની વિઝન પ્રોડક્ટ્સ પ્રા. લિ. કંપનીમાં આજે 17 ઓગસ્ટ વહેલી સવારે પ્રચંડ બ્
દહેજ જીઆઈડીસીની વિઝન પ્રોડક્ટ્સ કંપનીના વેરહાઉસમાં સોલ્વન્ટના ડ્રમમાં ભીષણ આગ


દહેજ જીઆઈડીસીની વિઝન પ્રોડક્ટ્સ કંપનીના વેરહાઉસમાં સોલ્વન્ટના ડ્રમમાં ભીષણ આગ


- વેરહાઉસ ભયાનક આગની લપેટમાં જ્યાં સુધી સોલવંટ બળી ના જાય ત્યાં સુધી આગ રહેશે

- સ્ટેટિક ચાર્જ કે સોલ્વન્ટ ઢોળાવાથી આગ લાગ્યાની આશંકા

ભરૂચ,17 ઓગસ્ટ (હિ.સ.) દહેજ જીઆઈડીસીની વિઝન પ્રોડક્ટ્સ પ્રા. લિ. કંપનીમાં આજે 17 ઓગસ્ટ વહેલી સવારે પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. બ્લાસ્ટનો અવાજ આશરે 7 કિલોમીટર સુધી સંભળાયો હતો. ભારે આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા હતા. ઘટનાની જાણ થતાં 8 થી વધુ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટમાં આવી ગયો છે.

દહેજ સ્થિત વિઝન પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે સવારે આગની ઘટના બની હતી. જેની જાણ થતાં જ ફાયર ફાઇટરો સહિતની તમામ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલ પાણી અને ફોમના માધ્યમથી આગ પર કાબૂ મેળવવાના યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલી રહ્યા છે મામલતદાર વિરલ વસાવા વાગરા.

રાહતની વાત એ છે કે, અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિના અહેવાલ મળ્યા નથી અને કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીત મુજબ તમામ લોકો સુરક્ષિત છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ જાણી શકાયું નથી, જે તપાસનો વિષય છે. તેમજ નુકસાનીનું આંકલન થયા બાદ જ વિગતવાર અહેવાલ સામે આવશે.

આગ કંપનીના વેરહાઉસમાં ભરેલા સોલ્વન્ટના ડ્રમમાં લાગી છે, અહીં કોઈ બ્લાસ્ટ થયો નથી. વેરહાઉસ હોવાથી ઘટના સમયે અંદર કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિ ટળી છે. 8 જેટલા ફાયર ટેન્ડરોની મદદથી આગ પર મોટાભાગે કાબૂ મેળવી લેવાયો છે. ડ્રમમાં રહેલો સોલ્વન્ટ સંપૂર્ણ બળી ન જાય ત્યાં સુધી આગ સંપૂર્ણપણે ઓલવવામાં હજુ એકથી દોઢ કલાક જેટલો સમય લાગી શકે છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ સોલ્વન્ટ ઢોળાવાથી કે સ્ટેટિક ચાર્જના કારણે આગ ભભૂકી હોવાની પ્રાથમિક શક્યતા છે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ડેપ્યુટી ડાયરેક્ટર દિનેશ ગામીત.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande