ડ્રગ્સ સામે જાગૃતિનો સંકલ્પ: આદિપુરમાં ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ-વાલીઓએ આપી, વ્યસનમુક્ત સમાજની હાકલ
કચ્છ, 17 ઓગસ્ટ (હિ.સ.) : આદિપુરમાં પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અને લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામના સંયુક્ત ઉપક્રમે, નશીલા પદાર્થોના વધતા દુષણ સામે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાધુ વાસવાણી નગર ખાતે આવેલી લર્ન
આદિપુર ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો


આદિપુર ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો


કચ્છ, 17 ઓગસ્ટ (હિ.સ.) : આદિપુરમાં પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અને લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામના સંયુક્ત ઉપક્રમે, નશીલા પદાર્થોના વધતા દુષણ સામે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાધુ વાસવાણી નગર ખાતે આવેલી લર્નર્સ એકેડેમીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લઈ ડ્રગ્સમુક્ત સમાજના નિર્માણ માટે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન એસ.ઓ.જી.ના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને, નાર્કોટિક્સ ડ્રગ્સ શું છે, તેના વિવિધ પ્રકારો, વ્યસનની શરૂઆત કેવી રીતે થાય છે અને તેના કારણે વ્યક્તિ, પરિવાર તથા સમાજ પર થતી ગંભીર અસરો અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ખાસ કરીને બાળકોમાં બદલાતી વર્તણૂક, ખરાબ સંગત અને વ્યસન તરફ દોરી શકે તેવા સંકેતોને, સમયસર ઓળખી શકાય તે માટે વાલીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

શિક્ષકોની ભૂમિકા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. શાળામાં વિદ્યાર્થીઓના વર્તનમાં થતા ફેરફારો પર નજર રાખી યોગ્ય સમયે માર્ગદર્શન આપવાથી અનેક બાળકોને વ્યસનના જોખમથી બચાવી શકાય છે તે અંગે સમજ આપવામાં આવી હતી. સાથે જ ઓનલાઈન ગેમિંગ અને ડિજિટલ માધ્યમો મારફતે વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની લાલચ આપી ગુનાખોરી તરફ દોરવાના જોખમ અંગે પણ ચેતવણી આપવામાં આવી હતી.

આ પ્રસંગે માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી અંગે લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામ દ્વારા વાલીઓ તથા શિક્ષકો માટે વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી સંદેશ વધુ અસરકારક રીતે પહોંચે તે માટે પોસ્ટર સ્પર્ધા પણ યોજાઈ હતી, જેમાં બાળકોએ પોતાની સર્જનાત્મકતા દ્વારા વ્યસનમુક્ત સમાજનો સંદેશ રજૂ કર્યો હતો.

કાર્યક્રમમાં અંદાજે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો જોડાયા હતા. ઉપસ્થિતોને ડ્રગ્સ વિરોધી જાગૃતિ સાથે માનસ પોર્ટલના ટોલ ફ્રી નંબર ૧૯૩૩ અને ANTFના નંબર ૧૯૦૮ અંગે પણ, મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીને વ્યસનથી દૂર રાખી પરિવાર અને સમાજને વધુ જાગૃત બનાવવાનો રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande