ભૂંસાની આડમાં ₹29.79 લાખનો દારૂ ઝડપાયો
પાટણ, 17 ઓગસ્ટ (હિ.સ.) સિદ્ધપુર પોલીસે સરસ્વતી નદીના પુલ નજીક નાકાબંધી દરમિયાન મગફળીના ભૂંસાની આડમાં છુપાવેલો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રક, મોબાઈલ સહિત કુલ ₹44.94 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક ચાલકની ધરપકડ કરી છે.

પોલીસ ઇન્સ્પેક્ટર એમ. કે. ઝાલાના માર્ગદર્શન હેઠળ ટીમે ટાટા ટ્રક ને રોકી તપાસ કરી હતી. ટ્રકમાં મગફળીના ભૂંસાની બોરીઓ હટાવતા પાછળ છુપાવેલી 520 પેટીઓમાંથી કુલ 19,560 નંગ દારૂ અને બિયરની બોટલો-ટીન મળી આવ્યા હતા, જેની કિંમત ₹29.79 લાખ છે.પોલીસે ₹15 લાખની ટ્રક અને ₹15 હજારનો મોબાઈલ ફોન સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઝડપાયેલા ચાલક કેવળ મહાદેવભાઈ રબારીની પૂછપરછમાં જથ્થો રાજસ્થાનના રાણીવાડાથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

આ દારૂનો જથ્થો ઊંઝા ખાતે અજાણ્યા વ્યક્તિને પહોંચાડવાનો હતો. પોલીસે ગુનો નોંધી રાણીવાડાથી દારૂ મોકલનાર મુખ્ય સૂત્રધાર તેમજ ઊંઝામાં ડિલિવરી લેનાર શખ્સોની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande