
, મહેસાણા, 17 ઓગસ્ટ (હિ.સ.)
મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મહાનગરપાલિકાઓની કામગીરી, વિકાસલક્ષી પ્રોજેક્ટો અને વિવિધ યોજનાઓની પ્રગતિ અંગે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન મહાનગરપાલિકાની વિવિધ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. શહેરના વિકાસને લગતા પ્રોજેક્ટો સમયસર પૂર્ણ થાય અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચે તે અંગે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી અને આગામી સમયમાં હાથ ધરાનારી વિકાસલક્ષી કામગીરીની પ્રગતિ અંગે માહિતી મેળવવામાં આવી હતી. શહેરમાં નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવતી વિવિધ સેવાઓ, માળખાકીય સુવિધાઓ તથા જાહેર હિત સાથે જોડાયેલા કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
વિવિધ યોજનાઓના અમલીકરણ દરમિયાન આવતી સમસ્યાઓ અને તેના ઉકેલ માટે જરૂરી પગલાં અંગે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિકાસકાર્યોની ગુણવત્તા જળવાઈ રહે તેમજ નક્કી કરાયેલા સમયગાળામાં કામગીરી પૂર્ણ થાય તે માટે સંબંધિત વિભાગો વચ્ચે સંકલન જાળવવા સૂચના આપવામાં આવી હતી.
બેઠક દરમિયાન નાગરિકોને વધુ સારી અને ઝડપી સેવાઓ મળી રહે તે માટે મહાનગરપાલિકાની કામગીરીને વધુ અસરકારક બનાવવાના મુદ્દે પણ ભાર મૂકવામાં આવ્યો હતો. વિકાસલક્ષી યોજનાઓના સમયબદ્ધ અમલીકરણ સાથે કામગીરીની નિયમિત દેખરેખ રાખવા અને પ્રગતિની સમયાંતરે સમીક્ષા કરવા અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR