
અમરેલી,17 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના ચિતલ ગામ ખાતે સનેડો બનાવતા મહાદેવ એન્જિનિયરિંગની મુલાકાત લઈ ઉદ્યોગની કામગીરી, ઉત્પાદન પ્રક્રિયા અને સ્થાનિક સ્તરે ચાલી રહેલી ઔદ્યોગિક પ્રવૃત્તિઓની જાણકારી મેળવવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન સનેડોના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતી વિવિધ પ્રક્રિયાઓ, ટેક્નિકલ કામગીરી અને ઉદ્યોગ દ્વારા કરવામાં આવતા ઉત્પાદન અંગે વિગતવાર માહિતી મેળવી હતી. સ્થાનિક સ્તરે ઉદ્યોગ ઉભો કરી રોજગારીની તકો ઊભી કરનારા કારીગરો અને ઉદ્યોગસાહસિકોની મહેનતને પણ નજીકથી નિહાળવામાં આવી હતી.
સ્થાનિક કારીગરોની કુશળતા, મહેનત અને આત્મનિર્ભર બનવાની ભાવના આ મુલાકાત દરમિયાન જોવા મળી હતી. નાના અને મધ્યમ ઉદ્યોગો ગ્રામ્ય વિસ્તારોના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ત્યારે ચિતલ જેવા ગામોમાં સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળવાથી રોજગારી અને સ્વરોજગારની નવી તકો ઊભી થઈ શકે છે.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીશ્રી કૌશિક વેકરિયા તથા ધારાસભ્ય મહેશ કસવાલા ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક ઉદ્યોગોની મુલાકાતથી ગ્રામ્ય વિસ્તારમાં રહેલી ઔદ્યોગિક ક્ષમતા અને સ્થાનિક પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો સંદેશ પણ મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai