જન્મદિવસે યુવકની હત્યા કેસમાં બે આરોપીઓ સાથે પોલીસનું સીન રિકન્સ્ટ્રક્શન, ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
વડોદરા , 17 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં પાંચ દિવસ અગાઉ બનેલા યુવક હત્યા કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. અમરશ્રદ્ધા વુડાના મકાન પાસે પોતાના જન્મદિવસના દિવસે 23 વર્ષીય મેહુલ દરબારની કરાયેલી હત્યાના કેસમાં ઝડપાયેલા બે આરોપીઓને સાથે રા
હત્યા નો આરોપી


હત્યા નો આરોપી


હત્યા નો આરોપી


વડોદરા , 17 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં પાંચ દિવસ અગાઉ બનેલા યુવક હત્યા કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. અમરશ્રદ્ધા વુડાના મકાન પાસે પોતાના જન્મદિવસના દિવસે 23 વર્ષીય મેહુલ દરબારની કરાયેલી હત્યાના કેસમાં ઝડપાયેલા બે આરોપીઓને સાથે રાખી મકરપુરા પોલીસે ઘટનાસ્થળે સીન રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

પોલીસે બંને આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ હત્યા કેવી રીતે કરવામાં આવી હતી, આરોપીઓની હિલચાલ અને સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી મેળવી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ઘટનાની કડીઓ જોડવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે વધુ પૂછપરછ અને તપાસને ધ્યાનમાં રાખી બંને આરોપીઓના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ, આ કેસમાં હજુ અન્ય બે આરોપીઓ ફરાર છે, જેમની શોધખોળ માટે અલગ-અલગ ટીમો કામગીરી કરી રહી છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ, અન્ય આરોપીઓની સંડોવણી તેમજ સમગ્ર ષડયંત્ર અંગે મકરપુરા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસનું માનવું છે કે રિમાન્ડ દરમિયાન મળનારી પૂછપરછથી કેસ સાથે જોડાયેલી વધુ મહત્વની વિગતો બહાર આવી શકે છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવામાં પણ મદદ મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande