
સોમનાથ,17 ઓગસ્ટ (હિ.સ.) શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવની પ્રાતઃ આરતીના દર્શને મોટી સંખ્યામાં ભાવિકોની મેદની જોવા મળી રહી હતી. આજરોજ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોય ત્યારે ભક્તોજનોમાં એક ઉત્સાહ અને ભક્તિમય જેવો માહોલ જોવા મળી રહ્યો હતો
ત્યારે આજે શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તજનો વહેલી સવારથી જ સોમનાથ દાદાના મંદિરે મોટી મોટી ભક્તજનોની દર્શન માટે લાંબી કતારો દર્શન માટે જોવા મળી રહી હતી
આમ તો બે દિવસ રજાના દિવસો હોય ત્યારે ગઈકાલે રવિવારના પણ સોમનાથ દાદાના દર્શને હજારોની સંખ્યામાં ભાવિકો જોવા મળી રહ્યા હતા ત્યારે આજરોજ પ્રથમ સોમવાર હોય અને ભોળાનાથના દર્શન કરી અને શ્રદ્ધાળુઓમાં એક અનેરો ભક્તિ જોવામળી હતી મહાદેવની પ્રાતઃ આરતીના દર્શન કરી ધન્ય થયા હતા ભક્તો.સતત ચાલતી દર્શન કતારોથી હજારો ભાવિકોએ કર્યા આરતીના દર્શન...
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ