સિનસિનાટી ઓપન: જ્વેરેવે અટમાનેને હરાવીને, ચોથા રાઉન્ડમાં સ્થાન બનાવ્યું
સિનસિનાટી, નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.) જર્મનીના એલેક્ઝાન્ડર જ્વેરેવે સિનસિનાટી ઓપનના ચોથા રાઉન્ડમાં સ્થાન બનાવી લીધું છે. જ્વેરેવે સખત મુકાબલામાં સોમવારે ફ્રાન્સના ટેરેન્સ અટમાનેને 7-6(7- 4), 7-6(8-6) થી હરાવ્યા. બીજા સેટના ટાઈબ્રેકમાં જ્વેરેવ પા
ીોસૂ


સિનસિનાટી, નવી દિલ્હી, 18 ઓગસ્ટ (હિ.સ.) જર્મનીના એલેક્ઝાન્ડર જ્વેરેવે સિનસિનાટી ઓપનના ચોથા રાઉન્ડમાં સ્થાન બનાવી લીધું છે. જ્વેરેવે સખત મુકાબલામાં સોમવારે ફ્રાન્સના ટેરેન્સ અટમાનેને 7-6(7- 4), 7-6(8-6) થી હરાવ્યા.

બીજા સેટના ટાઈબ્રેકમાં જ્વેરેવ પાસે 6-4 ના સ્કોર પર બે મેચ પોઈન્ટ હતા. અટમાનેએ પહેલા મેચ પોઈન્ટ પર શાનદાર એસ (ace) લગાવીને બચાવ કર્યો, જ્યારે બીજા પર જ્વેરેવે ડબલ ફોલ્ટ કરી દીધો અને સ્કોર 6-6 થઈ ગયો. જોકે, 29 વર્ષીય જર્મન ખેલાડીએ આ પછી સતત બે અંક જીતીને મુકાબલો પોતાના નામે કરી લીધો. તેમણે બે કલાક નવ મિનિટમાં સીધા સેટોમાં જીત નોંધાવી.

19 વર્ષીય જોદારનું શાનદાર અભિયાન ચાલુ-

આ દરમિયાન 19 વર્ષીય સ્પેનિશ ખેલાડી રાફેલ જોદારે શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા અલેજાન્ડ્રો ટેબિલોને 6-2, 6-1 થી હરાવીને રાઉન્ડ ઓફ 16 માં પ્રવેશ કર્યો. જોદારે માત્ર 75 મિનિટમાં મુકાબલો પોતાના નામે કર્યો. તે આ દાયકામાં સિનસિનાટીમાં રાઉન્ડ ઓફ 16 માં પહોંચનારા કાર્લોસ અલ્કારાઝ અને બેન શેલ્ટન પછી ત્રીજા કિશોર ખેલાડી બની ગયા છે.

હવે જોદારનો સામનો વિશ્વ નંબર-10 ફ્લાવિયો કોબોલી સાથે થશે.

કોબોલીએ સખત મુકાબલામાં એલેક્ઝાન્ડર બ્લોક્સને 7-5, 4-6, 7-5 થી હરાવ્યા. નિર્ણાયક સેટમાં 3-5 થી પાછળ રહ્યા પછી ઇટાલીના 24 વર્ષીય ખેલાડીએ સતત ચાર ગેમ જીતીને મુકાબલો પોતાના નામે કર્યો.

ફિલ્સે નવમી ક્રમાંકિત લેહેકાને ચોંકાવ્યા

અન્ય મુકાબલામાં ફ્રાન્સના આર્થર ફિલ્સે નવમી ક્રમાંકિત જિરી લેહેકાને 6-1, 6-7(7), 6-3 થી હરાવીને મોટો અપસેટ સર્જ્યો. બીજા સેટના ટાઈબ્રેકમાં ફિલ્સ પાસે 7-6 પર મેચ પોઈન્ટ હતો, પરંતુ લેહેકાએ તેને બચાવીને મુકાબલાને નિર્ણાયક સેટ સુધી પહોંચાડી દીધો. ફિલ્સે બે કલાક એક મિનિટમાં જીત નોંધાવી.

હવે ફિલ્સનો સામનો, પાંચમી ક્રમાંકિત એલેક્સ ડી મિનોર સાથે થશે.

ઓસ્ટ્રેલિયન ખેલાડીએ વરસાદને કારણે, ત્રણ વખત અટકાવવામાં આવેલા મુકાબલામાં આર્થર ફેરીને 7-5, 7-6(3) થી હરાવ્યા.

ડી મિનોર બીજા સેટમાં એક સમયે 5-1 થી આગળ હતા, પરંતુ ફેરીએ સતત છ ગેમ જીતીને 6-5 ની લીડ બનાવી લીધી. જોકે, ડી મિનોરે દબાણમાં ધીરજ જાળવી રાખી અને ટાઈબ્રેકમાં શાનદાર પ્રદર્શન કરતા સીધા સેટોમાં મુકાબલો પોતાના નામે કરી લીધો.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande