જમ્મુથી અમરનાથ યાત્રા ફરી શરૂ, 3,886 યાત્રાળુઓ બાલટાલ રવાના
જમ્મુ, નવી દિલ્હી, 02 ઓગસ્ટ (હિ.સ.) ભારે વરસાદને કારણે રોકવામાં આવેલી અમરનાથ યાત્રા, હવામાનમાં સુધારો થયા પછી જમ્મુના ભગવતી નગર આધાર શિબિરથી રવિવારે હાલ પૂરતી ફરી શરૂ કરવામાં આવી છે. વરસાદ અને કાટમાળ આવવાને કારણે બંધ થયેલા 250 કિલોમીટર લાંબા જમ્મુ-
રોસસહ


જમ્મુ, નવી દિલ્હી, 02 ઓગસ્ટ (હિ.સ.) ભારે વરસાદને કારણે રોકવામાં આવેલી અમરનાથ યાત્રા, હવામાનમાં સુધારો થયા પછી જમ્મુના ભગવતી નગર આધાર શિબિરથી રવિવારે હાલ પૂરતી ફરી શરૂ કરવામાં આવી છે. વરસાદ અને કાટમાળ આવવાને કારણે બંધ થયેલા 250 કિલોમીટર લાંબા જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ -44) ને સમારકામ પછી વાહનવ્યવહાર માટે ખોલી દેવામાં આવ્યો છે.

યાત્રાળુઓનો નવો કાફલો કડક સુરક્ષા બંદોબસ્ત અને એસ્કોર્ટ વાહનો સાથે આધાર શિબિરથી રવાના કરવામાં આવ્યો છે. આ દરમિયાન યાત્રાળુઓની સુવિધા માટે શ્રી અમરનાથ જી શ્રાઈન બોર્ડે નોંધણી અને ટોકન વિતરણ સંબંધિત ઑફલાઇન સેવાઓ ભગવતી નગર બેઝ કેમ્પમાં સ્થળાંતરિત કરી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, 3,886 યાત્રાળુઓ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વહેલી સવારે 2:52 વાગ્યે 177 વાહનો સાથે ભગવતી નગરથી કાશ્મીરના બાલટાલ બેઝ કેમ્પ માટે રવાના થયા. આ કાફલામાં 3,098 પુરુષો, 673 મહિલાઓ, પાંચ બાળકો, 87 સાધુઓ, 22 સાધ્વીઓ અને એક બાળ સાધુનો સમાવેશ થાય છે. આ કાફલો 78 બસો, 42 મધ્યમ મોટર વાહનો, 53 હળવા મોટર વાહનો અને ચાર દ્વિચક્રીય વાહનો દ્વારા રવાના થયો છે.

આ પહેલા ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોના સમારકામ માટે ઉધમપુર અને બનિહાલ વચ્ચે એનએચ-44 બંધ કર્યા પછી શનિવારે તીર્થયાત્રા સ્થગિત કરવામાં આવી હતી. સમારકામ પછી શનિવારે સાંજે ધોરીમાર્ગને ફરીથી ખોલી દેવામાં આવ્યો. ખરાબ હવામાન અને સમારકામના કામને કારણે બાલટાલથી શુક્રવારે એક દિવસ માટે યાત્રા રોકવામાં આવી હતી. આ યાત્રા શનિવારે ફરી શરૂ થઈ.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande