આસામના ધેમાજી અને શિવસાગર જિલ્લામાં, નદીઓ ફરી ઉછાળા પર છે.
ગુવાહાટી, નવી દિલ્હી,02 ઓગસ્ટ (હિ.સ.) આસામમાં પૂરનું પાણી ઝડપથી જ્યાં ઓસરી રહ્યું છે, ત્યાં, ધેમાજી અને શિવસાગર જિલ્લામાં નદીઓનું જળસ્તર ફરી એકવાર ભયજનક સપાટીથી ઉપર નોંધાયું છે. શિવસાગર જિલ્લામાં વિનાશલીલા ચારેય તરફ દેખાઈ રહી છે. પૂરથી સૌથી વધુ પ્ર
ોેસ


ગુવાહાટી, નવી દિલ્હી,02 ઓગસ્ટ (હિ.સ.) આસામમાં પૂરનું પાણી ઝડપથી જ્યાં ઓસરી રહ્યું છે, ત્યાં, ધેમાજી અને શિવસાગર જિલ્લામાં નદીઓનું જળસ્તર ફરી એકવાર ભયજનક સપાટીથી ઉપર નોંધાયું છે. શિવસાગર જિલ્લામાં વિનાશલીલા ચારેય તરફ દેખાઈ રહી છે. પૂરથી સૌથી વધુ પ્રભાવિત ઉપલા આસામના ચાર જિલ્લાઓ શિવસાગર, ચરાઈદેવ, જોરહાટ અને ગોલાઘાટમાં જીવન હજુ પણ પાટા પર પાછું ફરતું દેખાઈ રહ્યું નથી. સૌથી ખરાબ હાલત શિવસાગર જિલ્લાની છે. અસરગ્રસ્તોને રાહત પહોંચાડવા માટે સરકારી અને ખાનગી સ્તરે કાર્ય ચાલી રહ્યું છે. તેમ છતાં લોકો પોતાના ઘરોમાં જઈ શકતા નથી. પૂરે તેમનું બધું જ તબાહ કરી દીધું છે.

રાજ્ય સરકારના તમામ વિભાગો પોતપોતાના સ્તરે અસરગ્રસ્તોની મદદ માટે આગળ આવી રહ્યા છે. કૃષિ વિભાગ ખેડૂતોને વૈકલ્પિક ખેતી માટે જરૂરી સંસાધનો પૂરા પાડવાની યોજના બનાવી રહ્યું છે. કારણ કે, વર્તમાન સમયમાં હવે ડાંગરની ખેતી કરવી શક્ય નથી. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણના 01 ઓગસ્ટના રોજ જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર દિખૌ નદી (શિવસાગર) અને ધનસિરી નદી (નુમલીગઢ) વિસ્તારમાં ભયજનક સપાટીથી હજુ પણ ઉપર વહી રહી છે. જોકે, શનિવારે ક્યાંયથી પણ કોઈના મૃત્યુ થયાની કોઈ માહિતી મળી નથી. રાજ્યમાં મૃતકોની કુલ સંખ્યા 82 છે.

પૂરથી વર્તમાન સમયમાં હજુ પણ કુલ 7 જિલ્લાઓ ખરાબ રીતે પ્રભાવિત છે, જ્યારે, શુક્રવારે પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 5 હતી. પૂર પ્રભાવિત જિલ્લાઓમાં ગોલાઘાટ, શિવસાગર, ચરાઈદેવ, બજાલી, ધેમાજી, શોણિતપુર અને જોરહાટ છે. પૂરથી 7 જિલ્લાઓના 20 મહેસૂલી મંડળોના કુલ 349 ગામો પ્રભાવિત છે. રાજ્યની કુલ 178837 વસ્તી હજુ પણ પ્રભાવિત છે અને 15060 હેક્ટર કૃષિ ભૂમિ પાણીમાં ડૂબેલી છે.

રાજ્ય સરકારે પૂરથી પ્રભાવિત લોકો માટે હજુ પણ કુલ 44 રાહત શિબિરો અને 17 રાહત વિતરણ કેન્દ્રો સહિત કુલ 61 શિબિરો કાર્યરત રાખ્યા છે. રાહત શિબિરોમાં 11489 લોકોએ આશ્રય લીધો છે. જ્યારે રાહત વિતરણ કેન્દ્રો પર 5569 બિન-શિબિર નિવાસીઓ રાહત મેળવી રહ્યા છે. રાહત અને બચાવ અભિયાનમાં એસડીઆરએફ, સેના/અર્ધલશ્કરી દળ, એનડીઆરએફ, ડીડીઆરએફ, એરફોર્સ, પોલીસ, અગ્નિશમન અને કટોકટી સેવાઓ (એફ એન્ડ ઈ એસ), સર્કલ કાર્યાલય/સ્થાનિક પ્રશાસન, નાગરિક સુરક્ષા/પ્રશિક્ષિત સ્વયંસેવકો અને અગ્નિશમન વિભાગ જોડાયેલા છે. પ્રભાવિત વિસ્તારોમાં શનિવારે રાજ્ય સરકારે કુલ 79 મેડિકલ ટીમોને તૈનાત કરી. આ દરમિયાન 3 બોટ પણ રાહત કાર્યમાં જોડાયેલી રહી. પૂરથી મોટા પાયે રસ્તાઓ, પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે.

હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande