ઉપરાષ્ટ્રપતિ, લોકસભા અધ્યક્ષ અને ગૃહમંત્રીએ, રાષ્ટ્રીય ધ્વજના નિર્માતા પિંગલી વેંકૈયાની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
નવી દિલ્હી, 02 ઓગસ્ટ (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત ઘણા નેતાઓએ, રવિવારે સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્રીય ધ્વજના નિર્માતા પિંગલી વેંકૈયાની જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને ''એક્સ'
નમન


નવી દિલ્હી, 02 ઓગસ્ટ (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત ઘણા નેતાઓએ, રવિવારે સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્રીય ધ્વજના નિર્માતા પિંગલી વેંકૈયાની જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને 'એક્સ' પર લખ્યું, પિંગલી વેંકૈયાને તેમની જયંતિ પર નમ્ર શ્રદ્ધાંજલિ! એક મહાન સ્વાતંત્ર્ય સેનાની, સાચા ગાંધીવાદી અને ભારતના રાષ્ટ્રીય ધ્વજના નિર્માતા તરીકે તેમણે દેશના ઇતિહાસમાં અમીટ છાપ છોડી. ત્રિરંગો આજે પણ દરેક ભારતીયને ગર્વ સાથે એકજુટ કરે છે; આવા સમયે, આપણે તેમની નિસ્વાર્થ સેવા અને તેમની અમૂલ્ય વિરાસતને ઊંડા સન્માન સાથે યાદ કરીએ છીએ.

ઓમ બિરલાએ કહ્યું કે, પિંગલી વેંકૈયા ભારતની રાષ્ટ્રીય ઓળખ, આત્મસન્માન, એકતાના પ્રતીક 'ત્રિરંગા' (રાષ્ટ્રીય ધ્વજ) ના રૂપરેખાકાર, સ્વાતંત્ર્ય સેનાની અને સાચા દેશભક્ત હતા જે દેશની એકતા, અખંડિતતા, લોકતાંત્રિક મૂલ્યો અને રાષ્ટ્રીય ગૌરવનું શાશ્વત પ્રતીક છે. વેંકૈયાનું જીવન સૌને દેશભક્તિ, સમર્પણ અને કર્તવ્ય-બોધની પ્રેરણા આપે છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું કે, સ્વાતંત્ર્ય સંગ્રામ અને જ્ઞાનની વિવિધ ધારાઓના વિકાસમાં પિંગલી વેંકૈયાની ભૂમિકા ભારતીયોને હંમેશા પ્રેરિત કરતી રહેશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ કહ્યું કે, આઝાદીની લડાઈના સમર્પિત યોદ્ધા, આદરણીય પિંગલી વેંકૈયાએ રાષ્ટ્રીય ધ્વજને સ્વરૂપ આપ્યું અને આ રીતે ભારતની રાષ્ટ્રીય ઓળખને એક નવી માન્યતા અપાવી. તેમનું અમૂલ્ય યોગદાન આજે પણ દરેક ભારતીયના દિલમાં દેશભક્તિ, એકતા અને આત્મસન્માનની ભાવના જગાડે છે.

કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, દેશને એકતાના સૂત્રમાં બાંધતી તમારી બેમિસાલ રચના દ્વારા, તમે હંમેશા દેશવાસીઓના દિલમાં અમર રહેશો. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, રાષ્ટ્રીય ધ્વજના નિર્માણમાં તેમનું અમૂલ્ય યોગદાન સદૈવ યાદગાર અને પ્રેરણાદાયક રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande