
ગુવાહાટી, નવી દિલ્હી, 02 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રમંડળ રમતગમત 2026માં રજત પદક જીતનાર આસામની સ્ટાર બોક્સર લવલીના બરગોહાઈને ગ્લાસગોની એક હોટલમાં ભારતના નકશાને ખોટી રીતે પ્રદર્શિત કરવા બદલ સખત વાંધો ઉઠાવ્યો.
માહિતી અનુસાર, રાષ્ટ્રમંડળ રમતોમાં ભાગ લઈ રહેલા ભારતીય દળના સન્માનમાં મિસ્ટર સિંહ્સ ઇન્ડિયા - ધ હોમ ઑફ કરી નામના રેસ્ટોરન્ટમાં વિજય ઉત્સવના અવસરે, રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હોટલમાં ઉપયોગમાં લેવાઈ રહેલા નેપકિન પર છપાયેલા ભારતના નકશામાં પૂર્વોત્તર ક્ષેત્ર દર્શાવવામાં આવ્યું ન હતું.
લવલીનાએ તરત જ આ ગંભીર ભૂલ તરફ, હોટલ મેનેજમેન્ટનું ધ્યાન દોર્યું અને સ્પષ્ટ કર્યું કે, ભારતના નકશાનું આ પ્રકારે ખોટું ચિત્રણ સ્વીકાર્ય નથી. તેમણે હોટલ મેનેજમેન્ટને ભવિષ્યમાં આવી ભૂલ ફરી ન કરવા વિનંતી પણ કરી.
આ ઘટના પછી સોશિયલ મીડિયા પર પણ ચર્ચા તેજ બની ગઈ છે અને ઘણા લોકોએ લવલીનાની સતર્કતા અને દેશની ભૌગોલિક અખંડિતતા પ્રત્યેની તેમની સજાગતાની પ્રશંસા કરી.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ