
બારામુલા, નવી દિલ્હી, 02 ઓગસ્ટ (હિ.સ.) જમ્મુ-કાશ્મીરના બારામુલામાં રવિવારે સુરક્ષા દબારામુલામાં આતંકવાદી સહયોગીની ધરપકડ, હથિયારો અને દારૂગોળો જપ્તળોએ 'ઓવર ગ્રાઉન્ડ વર્કર' (ઓજીડબ્લ્યુ એટલે કે આતંકવાદી સહયોગી) ને પકડી પાડ્યો. તેની પાસેથી હથિયારો અને દારૂગોળો જપ્ત થયો.
અધિકારીઓએ જણાવ્યું કે, નરવાવના જંડફરાન-ગોરીવાન ક્રોસિંગ પર 46 રાષ્ટ્રીય રાઇફલ્સ, પોલીસ એસઓજી, 53 બટાલિયન સીઆરપીએફ અને 112 બટાલિયન બીએસએફના જવાનોએ સંયુક્ત નાકાબંધી લગાવી હતી. આ દરમિયાન ગોરીવાન તરફથી આવી રહેલા એક શંકાસ્પદ વ્યક્તિએ નાકાબંધી જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો. સતર્ક જવાનોએ પીછો કરીને તેને પકડી પાડ્યો.
તલાશી લેતા સુરક્ષા દળોને તેની પાસેથી એક છદ્માવરણવાળી એમપી-5 પ્રકારની પિસ્તોલ, 10 જીવતા 9એમએમ કારતૂસવાળી એક મેગેઝીન, એક મોબાઇલ ફોન અને એક કાળો બેકપેક મળ્યો. ધરપકડ કરાયેલા વ્યક્તિની ઓળખ નમ્બલન શીરીના રહેવાસી એજાઝ અહેમદ ગની, પુત્ર મોહમ્મદ સુલતાન ગની તરીકે થઈ છે. શીરી પોલીસ સ્ટેશનમાં કાયદાની સંબંધિત કલમો હેઠળ, એફઆઈઆર નંબર 37/2026 નોંધવામાં આવી છે. તેના સંપર્કો અને પ્રવૃત્તિઓનો પત્તો લગાવવા માટે તપાસ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ