
નવી દિલ્હી, 02 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં આયોજિત વિશેષ સમારોહ દરમિયાન 'પીબીજી સોલ્જરથોન'ને લીલી ઝંડી બતાવીને રવાના કર્યું.
આ આયોજન 'સૈનિકો માટે દોડો, સૈનિકો સાથે દોડો' ના દૂરંદેશી સંકલ્પ પર આધારિત છે, જેનો ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકો અને દેશના સશસ્ત્ર દળો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાનો છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ એક્સ પર લખ્યું, વાસ્તવિક નાયકો – ભારતના સશસ્ત્ર દળોને સમર્થન થીમ પર કેન્દ્રિત આ કાર્યક્રમ આપણા સૈનિકોના સમર્પણ, સાહસ અને બલિદાનને સન્માન આપે છે, સાથે જ નાગરિકોને સક્રિયપણે ભાગ લઈને તેમના પ્રત્યે એકતા દર્શાવવા પ્રોત્સાહિત કરે છે.
રાષ્ટ્રપતિ સચિવાલય અનુસાર, આ પ્રસંગે મિઝોરમના અને આ પહેલના સંરક્ષક જનરલ (ડો.) વી.કે. સિંહ પણ ઉપસ્થિત રહ્યા. 'રન ફોર સોલ્જર,રન વીથ સોલ્જર' સામાન્ય નાગરિકો અને સશસ્ત્ર દળો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનું એક અનોખું મંચ છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ