અમેરિકા અને ઇઝરાયેલ ફરી ઇરાનમાં તબાહી મચાવવાની તૈયારીમાં, તેહરાને પણ કમર કસી.
વોશિંગ્ટન/તેલ અવીવ/તેહરાન,નવી દિલ્હી, 02 ઓગસ્ટ (હિ.સ.) હોર્મુઝ જળસંધિને લઈને ચાલી રહેલા સંઘર્ષના ભીષણ રૂપ ધારણ કરવાના અણસાર વધી ગયા છે. અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા 28 ફેબ્રુઆરીના રોજ, ઇરાન વિરુદ્ધ કરવામાં આવેલી સંકલિત સૈન્ય કાર્યવાહી પછી, હવે ફરીથી
બહ્ફફ ્


વોશિંગ્ટન/તેલ અવીવ/તેહરાન,નવી દિલ્હી, 02 ઓગસ્ટ (હિ.સ.) હોર્મુઝ જળસંધિને લઈને ચાલી રહેલા સંઘર્ષના ભીષણ રૂપ ધારણ કરવાના અણસાર વધી ગયા છે. અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા 28 ફેબ્રુઆરીના રોજ, ઇરાન વિરુદ્ધ કરવામાં આવેલી સંકલિત સૈન્ય કાર્યવાહી પછી, હવે ફરીથી બંને દેશો તેનાથી પણ વધુ જોરદાર બોમ્બમારો કરવાની તૈયારી કરી રહ્યા છે. આ વખતે અમેરિકા અને ઇઝરાયેલે ઇરાનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ઊર્જા સંબંધિત માળખાકીય સુવિધાઓ) ને નષ્ટ કરવા માટે ચક્રવ્યૂહ તૈયાર કર્યો છે. ઇરાને ચેતવણી આપી છે કે, જો આવું થશે તો આ યુદ્ધ ખાડીમાંથી બહાર સુધી ફેલાઈ જશે. તેમના સૈનિકો દુશ્મનના ઘરમાં ઘૂસીને હુમલો કરવામાં પાછળ નહીં હટે. ઇરાનની આક્રમકતાનો સામનો કરવા માટે ઇઝરાયેલી સેનાએ પોતાની રક્ષણાત્મક તૈયારીઓ વધારી દીધી છે.

સીબીએસ ન્યૂઝ, એક્સિઓસ, યનેટ (વાય નેટ) અને અલ જઝીરાના વિસ્તૃત અહેવાલમાં આ બધાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વર્તમાન પરિસ્થિતિથી ચિંતિત છે. તેમણે શનિવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી અને તેમને ઇરાન પર નવા હુમલા કરવા સામે ચેતવણી આપી. બીજી તરફ, અમેરિકી દૂતાવાસોએ અમ્માન (જોર્ડન), યરુશલેમ અને બગદાદ સહિત મધ્ય પૂર્વની ઘણી રાજધાનીઓમાં રહેતા અમેરિકી નાગરિકોને ત્યાંથી નીકળવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ પહેલા શુક્રવારે કેબિનેટની બેઠકમાં કહ્યું કે અમેરિકા પાછળ નહીં હટે. ઇરાનને ઝૂકવું પડશે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે વિયેતનામ, અફઘાનિસ્તાન અને કોરિયામાં પણ યુદ્ધ લાંબા સમય સુધી ચાલ્યું હતું. સૂત્રોનો દાવો છે કે ઇરાન વિરુદ્ધ હુમલા આ સપ્તાહના અંતમાં શરૂ થઈ શકે છે. અમેરિકા અને ઇઝરાયેલની સૈન્ય તૈયારીઓ વચ્ચે ઇરાનના સાંસદ અને નેશનલ સિક્યુરિટી એન્ડ ફોરેન પોલિસી કમિશનના સભ્ય ઇબ્રાહિમ રેઝાઈએ ચેતવણી આપી છે કે ઇરાનની સેના અમેરિકાના કોઈપણ હુમલાનો સખત જવાબ આપવા માટે તૈયાર છે. આ વખતે જવાબ ફારસની ખાડી સુધી સીમિત નહીં રહે. દુશ્મનના તમામ ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવશે. ખાડીમાં હાજર તેલ અને ગેસ સુવિધાઓને નષ્ટ કરી દેવામાં આવશે.

તેમણે કહ્યું કે, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને ટ્રમ્પને કોઈ ગેરસમજમાં ન રહેવું જોઈએ. ટ્રમ્પની ઇરાનને પાષાણ યુગમાં મોકલવાની ધમકી હાસ્યાસ્પદ સાબિત થઈ ચૂકી છે. ઇરાનનો વાળ પણ વાંકો નથી થયો. ઇરાની સેનાનો જુસ્સો બુલંદ છે. વર્તમાન પરિસ્થિતિ પર ઇરાને મધ્યસ્થી દેશોનો સંપર્ક કર્યો છે. વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ શનિવારે તુર્કીયે, પાકિસ્તાન અને સાઉદી અરબના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી. તેમણે આ દેશોને કહ્યું કે, તેઓ અમેરિકાને જણાવી દે કે, આનું પરિણામ ખૂબ ખરાબ આવશે.

હોર્મુઝ જળસંધિમાં ઘેરાઈ રહેલા યુદ્ધના વાદળો વચ્ચે બ્રિટિશ નૌકાદળે કહ્યું કે, આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાં શનિવારે એક કોમર્શિયલ ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો. બીજા ટેન્કરને નિશાન બનાવવામાં આવ્યું, પરંતુ તેને વધુ નુકસાન થયું નહીં. આ બંનેની નજીક જોરદાર ધમાકા કરવામાં આવ્યા. યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે, શુક્રવારે ઓમાનના લીમાથી 11 નોટિકલ માઇલ ઉત્તર-પૂર્વમાં એક અજાણી વસ્તુ (પ્રોજેક્ટાઇલ) જહાજ સાથે અથડાઈ. આ હુમલાથી જહાજનો એન્જિન રૂમ ક્ષતિગ્રસ્ત થઈ ગયો. શનિવારે એક અન્ય ટેન્કરની નજીક પાણીમાં ઝડપી હલચલ (સ્પ્લેશ) અને ધમાકાની સૂચના મળી. આ ટેન્કર ખસાબ શહેરથી 21 નોટિકલ માઇલ ઉત્તર-પશ્ચિમમાં હતું. એક અન્ય અહેવાલ મુજબ, ઓમાનના કિનારે ફસાયેલા એક પ્રતિબંધિત ટેન્કરમાંથી ક્રૂડ ઓઇલ લીક થઈ રહ્યું છે.

ઇરાન સમર્થિત યમનના હુતી વિદ્રોહીઓનું વલણ થોડું નરમ પડ્યું છે. હુતી વિદ્રોહીઓએ બાબ અલ-મંદેબ જળસંધિમાં ટોલ વસૂલવાના આરોપને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. બુધવારે યમનના સૂચના મંત્રી મોઅમ્મર અલ-એરિયાનીએ હુતી પર આરોપ લગાવ્યો હતો કે, તે અરબ દ્વીપકલ્પની બીજી તરફ સ્થિત હોર્મુઝ જળસંધિમાં ઇરાનની જેમ ટોલ વસૂલવાની દિશામાં આગળ વધી રહ્યો છે. હુતીએ કહ્યું કે, બાબ અલ-મંદેબ જળસંધિમાંથી પસાર થતા કોઈપણ જહાજ પાસેથી કોઈપણ પ્રકારનો ટોલ વસૂલવામાં આવી રહ્યો નથી. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને હુતીએ ફક્ત સાઉદી ધ્વજવાળા જહાજો માટે દરિયાઈ નાકાબંધીની જાહેરાત કરી હતી.

ઇરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના મહાસચિવ મોહમ્મદ બાઘેરી ઝોલઘદ્રએ કહ્યું કે, જો અમેરિકા નવા હુમલા કરશે તો તેહરાન હોર્મુઝમાં નાકાબંધી વધુ કડક કરી દેશે. અન્ય જળમાર્ગો પણ બંધ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 28 ફેબ્રુઆરીના હુમલા પછી તરત જ ઇરાને હોર્મુઝ જળસંધિ બંધ કરી દીધી હતી. આ જળમાર્ગમાંથી ક્યારેક દુનિયાનું લગભગ 20 ટકા તેલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ પસાર થતું રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande