બોટાદની 108 એમ્બ્યુલન્સ ટીમે રૂ.1.08 લાખનો મુદ્દામાલ પરિવારને પરત કરી ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું
બોટાદ,24 ઓગસ્ટ (હિ.સ.) : બોટાદ જિલ્લાના બરવાળા નજીક અકસ્માતની ઘટનામાં ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે પોતાની ફરજની સાથે માનવતા અને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દીને સારવાર માટે હોસ્પિટલ લઈ જતી વખતે ૧૦૮ની ટીમને દર્દી
મુદ્દા માલ પરત કરતી 108 ની ટીમ


બોટાદ,24 ઓગસ્ટ (હિ.સ.) : બોટાદ જિલ્લાના બરવાળા નજીક અકસ્માતની ઘટનામાં ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે પોતાની ફરજની સાથે માનવતા અને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દીને સારવાર માટે હોસ્પિટલ લઈ જતી વખતે ૧૦૮ની ટીમને દર્દી પાસેથી અંદાજે રૂ. ૧ લાખ ૮ હજાર જેટલી કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

આકસ્મિક પરિસ્થિતિમાં દર્દીની સારવાર અને તેને સમયસર હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી દરમિયાન મળેલા આ મુદ્દામાલને ૧૦૮ની ટીમે પોતાની પાસે રાખવાને બદલે સુરક્ષિત રીતે સાચવી રાખ્યો હતો. ત્યારબાદ દર્દીના પરિવારજનોનો સંપર્ક કરી સમગ્ર મુદ્દામાલ તેમને પરત સોંપવામાં આવ્યો હતો.

દર્દીના પરિવારજનોને જ્યારે તેમનો કિંમતી સામાન પરત મળ્યો ત્યારે તેઓએ ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. અકસ્માત જેવી ગંભીર પરિસ્થિતિમાં પણ ફરજ પ્રત્યેની નિષ્ઠા અને પ્રામાણિકતા જાળવી રાખીને ટીમે સમાજ સમક્ષ એક સારો સંદેશ આપ્યો છે.

૧૦૮ સેવા માત્ર ઈમરજન્સી સમયે દર્દીઓને તાત્કાલિક સારવાર અને હોસ્પિટલ સુધી પહોંચાડવા પૂરતી સીમિત નથી, પરંતુ અનેક પ્રસંગોએ માનવતાની સેવા અને નૈતિક જવાબદારીનું પણ ઉદાહરણ પૂરું પાડે છે. બરવાળા નજીક બનેલી આ ઘટનામાં ૧૦૮ ટીમની કામગીરીએ લોકોમાં વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande