
ભાવનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગરના કાળીયાબીડ ખાતે સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ-ભાવનગર અને સરદાર પટેલ સેવા ટ્રસ્ટ-ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તેજસ્વી વિદ્યાર્થી અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા અને તેજસ્વી તથા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
સમારોહ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની મહેનત, લગન અને પ્રતિભાને બિરદાવતા ઉપસ્થિત મહાનુભાવોએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને તેઓ ભવિષ્યમાં વધુ ઊંચી સિદ્ધિઓ હાંસલ કરે તેવા હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં વાલીઓ, શિક્ષકો અને સમાજના આગેવાનો પણ જોડાયા હતા.તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન માત્ર તેમની વ્યક્તિગત સિદ્ધિનું સન્માન નથી, પરંતુ તેમની પાછળ રહેલી મહેનત, સંસ્કાર અને માર્ગદર્શન આપનારા માતા-પિતા તથા શિક્ષકોનું પણ સન્માન છે. વિદ્યાર્થીઓની સફળતામાં પરિવાર અને શિક્ષકોની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે.તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે જ્ઞાન, સંસ્કાર અને સામાજિક જવાબદારીને પણ જીવનમાં મહત્વ આપવા પ્રેરણા આપી હતી. આવનારા સમયમાં આ પ્રતિભાશાળી યુવાનો પોતાની ક્ષમતા અને જ્ઞાનનો ઉપયોગ સમાજ તથા રાષ્ટ્રની પ્રગતિ માટે કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. સમારોહથી વિદ્યાર્થીઓમાં નવી ઊર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થયો હતો. આ પ્રકારના સન્માન સમારોહ યુવાનોને આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA