વળાવડ ગામમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસ કેસને પગલે આરોગ્ય વિભાગની સઘન કામગીરી
ભાવનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) સિહોર તાલુકાના વળાવડ ગામમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસ તાવનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે ઝુંબેશ સ્વરૂપે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉસરડની ટીમ દ્વારા ગામમાં ઘરે-ઘરે જઈ જરૂરી આ
આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી


ભાવનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) સિહોર તાલુકાના વળાવડ ગામમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસ તાવનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે ઝુંબેશ સ્વરૂપે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉસરડની ટીમ દ્વારા ગામમાં ઘરે-ઘરે જઈ જરૂરી આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી હતી.

ચાંદીપુરા વાઈરસના સંભવિત ફેલાવાને અટકાવવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે આરોગ્ય ટીમ દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં મેલાથીઓન ડસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી. સાથે જ ગામના વિવિધ વિસ્તારોમાં ઘરે-ઘરે જઈ AES એટલે કે એક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ સંદર્ભે તાવનું સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું.

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મચ્છર અને અન્ય જીવાતોના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે સઘન પોરાનાશક કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા તેમજ પાણી ભરાવાની સ્થિતિ ન સર્જાય તે અંગે પણ લોકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત IEC એટલે કે માહિતી, શિક્ષણ અને સંચાર અંતર્ગત ગ્રામજનોને ચાંદીપુરા વાઈરસ તથા તાવ સંબંધિત લક્ષણો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અને તાવના દર્દીઓની યોગ્ય સારવાર કરાવવા અંગે સમજ આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમની સઘન કામગીરીથી ગામમાં રોગચાળો ફેલાતો અટકાવવા તથા સંભવિત કેસોની વહેલી તકે ઓળખ અને સારવાર સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande