ભાવનગરના કાનપર ગામે મેડિકલ કેમ્પ યોજાયો
ભાવનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) : KCG દ્વારા સહાયિત Research, Innovation and Extension ગ્રાન્ટ યોજના અંતર્ગત KMGB ગવર્મેન્ટ આર્ટસ કોલેજ, વલભીપુર દ્વારા CHC Centre, વલભીપુર, કાનપર ગ્રામ પંચાયત તથા આંગણવાડીના સહયોગથી કાનપર ગામ ખાતે Outreach and Extension Pr
મેડિકલ કેમ્પ યોજાયો


ભાવનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) : KCG દ્વારા સહાયિત Research, Innovation and Extension ગ્રાન્ટ યોજના અંતર્ગત KMGB ગવર્મેન્ટ આર્ટસ કોલેજ, વલભીપુર દ્વારા CHC Centre, વલભીપુર, કાનપર ગ્રામ પંચાયત તથા આંગણવાડીના સહયોગથી કાનપર ગામ ખાતે Outreach and Extension Programme અંતર્ગત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મેડિકલ કેમ્પનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના લોકોમાં આરોગ્ય અંગે જાગૃતિ લાવવાનો તેમજ જરૂરિયાતમંદ લોકોને પ્રાથમિક આરોગ્ય સેવાઓ અને તબીબી માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. કેમ્પ દરમિયાન ગ્રામજનોનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ આરોગ્યલક્ષી બાબતો અંગે જરૂરી સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કેમ્પમાં CHC Centre તરફથી સંજયભાઈ ચૌહાણ, ક્રુણાલ રાવલ અને અનિતાબા ચૌહાણ તેમજ CHC Centre, વલભીપુર તરફથી પરેશભાઈ ખેરાલાએ સહયોગ આપ્યો હતો. કાનપર ગ્રામ પંચાયત અને આંગણવાડીના કાર્યકરો ઉપરાંત સ્થાનિક ગ્રામજનોએ પણ કેમ્પના આયોજનમાં સહયોગ આપ્યો હતો.

આ કાર્યક્રમનું આયોજન KMGB Government Arts College, વલભીપુરના Sociology Departmentના હેડ ડૉ. રાજેન્દ્રસિંહ મોરીના સંચાલન હેઠળ કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ. સુનિતા નિમાવત અને IQAC કો-ઓર્ડીનેટર ડૉ. કોમલ શહેદાદપુરીના માર્ગદર્શન હેઠળ મેડિકલ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

આ પ્રકારના Outreach and Extension કાર્યક્રમો થકી શૈક્ષણિક સંસ્થા અને ગ્રામ્ય સમાજ વચ્ચેનો સંપર્ક મજબૂત બને છે. સાથે વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી, આરોગ્ય અંગેની સમજ અને સમાજસેવાની ભાવનાનો વિકાસ થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓ અને જાગૃતિ પહોંચાડવા માટે આવા કાર્યક્રમો ઉપયોગી સાબિત થાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande