છ દેશોના રાજદૂતોએ, રાષ્ટ્રપતિ મુર્મુને પોતાના પરિચય પત્રો સુપરત કર્યા
નવી દિલ્હી, 24 ઓગસ્ટ (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં છ દેશોના રાજદૂતો અને ઉચ્ચાયુક્તોના પરિચય પત્રો સ્વીકાર્યા. આમાં દક્ષિણ સુદાન, સંયુક્ત આરબ અમીરાત, નાઇજીરીયા, મોલ્ડોવા, જર્મની અને સ્વીડનના રાજદ્વારીઓનો સમાવેશ થાય છે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ


નવી દિલ્હી, 24 ઓગસ્ટ (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં છ દેશોના રાજદૂતો અને ઉચ્ચાયુક્તોના પરિચય પત્રો સ્વીકાર્યા. આમાં દક્ષિણ સુદાન, સંયુક્ત આરબ અમીરાત, નાઇજીરીયા, મોલ્ડોવા, જર્મની અને સ્વીડનના રાજદ્વારીઓનો સમાવેશ થાય છે.

રાષ્ટ્રપતિ ભવન અનુસાર, રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં દક્ષિણ સુ્ડાનના રાજદૂત સિટોના અબ્દુલ્લા ઉસ્માન, સંયુક્ત અરબ અમીરાતના રાજદૂત અબ્દુલ્લા સૈફ અલી સ્લેયેમ અલ નુઆઇમી, નાઇજીરીયાના ઉચ્ચાયુક્ત મુહમ્મદ સૈદુ દાહિરુ અને મોલ્ડોવાના રાજદૂત ઇંગા ઇઓનેસિએ રાષ્ટ્રપતિને પોતાના પરિચય પત્રો રજૂ કર્યા.

આ ઉપરાંત, જર્મનીના રાજદૂત ડો. જૈસ્પર વિક અને સ્વીડનના રાજદૂત પેટ્રા મેનેન્ડરે પણ રાષ્ટ્રપતિને પોતાના પરિચય પત્રો સુપરત કર્યા.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande