પંજાબમાં તમામ 117 બેઠકો પર એકલા હાથે, વિધાનસભા ચૂંટણી લડશે ભાજપ: બીએલ સંતોષ
- બે દિવસીય સંગઠનાત્મક પ્રવાસે પંજાબ પહોંચેલા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) એ પટિયાલામાં કરી પ્રથમ ઝોનલ બેઠક પટિયાલા,નવી દિલ્હી, 24 ઓગસ્ટ (હિ.સ.) ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષે સોમવારે જણાવ્યું કે, પાર્ટી આગામી પંજાબ વિધાનસભા ચૂંટ
પંજાબ


- બે દિવસીય સંગઠનાત્મક પ્રવાસે પંજાબ પહોંચેલા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) એ પટિયાલામાં કરી પ્રથમ ઝોનલ બેઠક

પટિયાલા,નવી દિલ્હી, 24 ઓગસ્ટ (હિ.સ.) ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષે સોમવારે જણાવ્યું કે, પાર્ટી આગામી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં તમામ 117 બેઠકો પર પોતાના દમ પર ચૂંટણી લડશે અને રાજ્યમાં સરકાર બનાવવાનું લક્ષ્ય રાખીને આગળ વધશે.

પટિયાલામાં પોતાના બે દિવસીય સંગઠનાત્મક પ્રવાસના પ્રથમ દિવસે પ્રથમ ઝોનલ બેઠકને સંબોધિત કરતા સંતોષે કહ્યું કે, પંજાબ પરિવર્તન માટે તૈયાર છે અને ભાજપ આ પરિવર્તનને વાસ્તવિકતામાં બદલવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે કાર્યકર્તાઓને ચૂંટણીની તૈયારીઓને તેજ કરવા અને સંગઠનને પાયાના સ્તર સુધી મજબૂત કરવા હાકલ કરી.

આ પહેલા પંજાબ ભાજપના અધ્યક્ષ કેવલ સિંહ ઢિલ્લોને પણ અકાલી દળ સાથે સંભવિત ગઠબંધનની અટકળોને નકારી કાઢતા કહી ચૂક્યા છે કે, ભાજપ તમામ 117 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવા માટે તૈયાર છે. સોમવારે સવારે ચંદીગઢ એરપોર્ટ પહોંચતા બીએલ સંતોષનું સ્વાગત કેવલ સિંહ ઢિલ્લો અને પંજાબ ભાજપના સહ-પ્રભારી નરેન્દ્ર સિંહ રૈનાએ કર્યું.

પોતાના પ્રવાસ દરમિયાન સંતોષ પંજાબના વિવિધ વિસ્તારોમાં ભાજપના નેતાઓ અને સંગઠનાત્મક પદાધિકારીઓ સાથે ઝોનલ બેઠકો કરીને પાર્ટીની ગતિવિધિઓ અને આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. સોમવારે પટિયાલા અને બઠિન્ડામાં બેઠકો નિર્ધારિત કરવામાં આવી હતી. પટિયાલા ઝોનની બેઠકમાં મોહાલી, પટિયાલા ઉત્તર, પટિયાલા શહેરી, પટિયાલા દક્ષિણ, ફતેહગઢ સાહિબ અને સંગરુરના પ્રતિનિધિઓ સામેલ થયા.

બઠિન્ડા ઝોનની બેઠકમાં બરનાલા, માનસા, બઠિન્ડા ગ્રામીણ, બઠિન્ડા શહેરી, મુક્તસર સાહિબ, ફાઝિલ્કા અને ફરીદકોટના સંગઠનાત્મક પ્રતિનિધિઓ સામેલ થવાનો કાર્યક્રમ છે.

હિન્દુસ્થાન સમાચાર / ગુરશરણ સિંહ / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande