વીર નર્મદની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ
વડોદરા, 24 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાતી ભાષા અને સાહિત્યના અગ્રણી કવિ તથા મહાન સર્જક વીર નર્મદની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરેલીબાગ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કરેલીબાગ સ્થિત વુડા (VUDA) ઓફિસ સ
પુષ્પાંજલિ કાર્યક્રમ


પુષ્પાંજલિ


વડોદરા, 24 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાતી ભાષા અને સાહિત્યના અગ્રણી કવિ તથા મહાન સર્જક વીર નર્મદની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરેલીબાગ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

કરેલીબાગ સ્થિત વુડા (VUDA) ઓફિસ સામે આવેલી વીર નર્મદની પ્રતિમા ખાતે આયોજિત કાર્યક્રમમાં વડોદરાના મેયર ગીતામકવાણાના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વીર નર્મદના ગુજરાતી ભાષા, સાહિત્ય અને સમાજસુધારણાના ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાનને સ્મરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ, શાસક પક્ષના નેતા શ્વેતાબેન માંછી તેમજ દંડક વિજયભાઈ ચૌહાણ સહિત કોર્પોરેશનના હોદ્દેદારો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે વીર નર્મદે ગુજરાતી ભાષાને નવી દિશા આપી હતી અને તેમના સાહિત્યે સમાજમાં જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની વિચારધારા અને સાહિત્યિક વારસો આજે પણ નવી પેઢી માટે પ્રેરણારૂપ છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ વીર નર્મદને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande