કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલ મંગળવારે, 58મી યુવા સંસદ સ્પર્ધા 2025-26ના વિજેતાઓને પુરસ્કાર આપશે.
નવી દિલ્હી, 24 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ મંગળવારે 58મી યુવા સંસદ સ્પર્ધા 2025-26માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા રાજધાનીના વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ કરશે. આમાં દિલ્હીના શિક્ષણ નિર્દેશાલય અને શિક્ષણ વિભાગ
ીોસજોત


નવી દિલ્હી, 24 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ મંગળવારે 58મી યુવા સંસદ સ્પર્ધા 2025-26માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા રાજધાનીના વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ કરશે. આમાં દિલ્હીના શિક્ષણ નિર્દેશાલય અને શિક્ષણ વિભાગ (એનડીએમસી) હેઠળ આવતી કુલ શાળાઓના વિદ્યાર્થીઓ સામેલ થશે.

સંસદીય કાર્ય મંત્રાલય અનુસાર, આ પુરસ્કાર સંસદ ભવનના જીએમસી બાલાયોગી સભાગૃહમાં આપવામાં આવશે. આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર પીતમપુરાના પરવાના રોડ પર આવેલી બાલ ભારતી પબ્લિક સ્કૂલ છે. આ ઉપરાંત, સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 11 અન્ય શાળાઓને પણ મેરિટ ટ્રોફી પ્રદાન કરવામાં આવશે.

આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય યુવા પેઢીમાં આત્મ-અનુશાસન, વિવિધ મતો પ્રત્યે સહિષ્ણુતા, વિચારોની નિષ્પક્ષ અભિવ્યક્તિ અને લોકતાંત્રિક જીવનશૈલીના અન્ય ગુણોનો વિકાસ કરવાનો છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા, પ્રભાવી ભાષણ કલા અને કૌશલ્ય વિકસે છે.

ઉલ્લેખનીય છે કે, યુવા સંસદ સ્પર્ધા કાર્યક્રમ હેઠળ, આ શ્રેણીની 58મી સ્પર્ધાનું આયોજન વર્ષ 2025-26માં દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં કરવામાં આવ્યું હતું.

રાજધાનીની 11 શાળાઓમાં દ્વારકા સેક્ટર-22 સ્થિત ડો. બી.આર. આંબેડકર સીએમ શ્રી સ્કૂલ, પેશ્વા રોડ સ્થિત નવયુગ સ્કૂલ, એસ.પી. મુખર્જી માર્ગ સ્થિત પ્રેઝન્ટેશન કોન્વેન્ટ સીનિયર સેકન્ડરી સ્કૂલ, બાબા નીમ કરોલી સર્વોદય કન્યા વિદ્યાલય (બીએનકેએસકેવી-જોનાપુર), સર્વોદય કન્યા વિદ્યાલય (પ્રહ્લાદપુર), સર્વોદય બાલ વિદ્યાલય નંબર 1 (ઉર્દૂ માધ્યમ-જામા મસ્જિદ), અટલ આદર્શ વિદ્યાલય (ગોલ માર્કેટ), ડો. બી.આર. આંબેડકર સીએમ શ્રી સ્કૂલ (સેક્ટર 17-રોહિણી), સર્વોદય કન્યા વિદ્યાલય નંબર 1 (યમુના વિહાર, સી-બ્લોક), ઈશાની સર્વોદય કન્યા વિદ્યાલય (જી-બ્લોક સાકેત) અને કેરળ સીનિયર સેકન્ડરી સ્કૂલ (વિકાસપુરી) નો સમાવેશ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande