રાજ્યમાં સરેરાશ 4% વરસાદની ઘટ જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં 26% ઓછો વરસાદ
અમદાવાદ, 24 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્યમાં હજી સરેરાશ 4% વરસાદની ઘટ છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં 26% ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ
Average rainfall deficit in the state is 4%,


અમદાવાદ, 24 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્યમાં હજી સરેરાશ 4% વરસાદની ઘટ છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં 26% ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય છે.

આ સિસ્ટમોના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. જોકે, આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે હળવાથી મધ્યમ વરસાદની સ્થિતિ બની રહેશે.

રાજ્યમાં સામાન્ય કરતાં 13 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં 26 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

સમગ્ર રાજ્યમાં સરેરાશ સામાન્ય કરતાં 4 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વચ્ચે ભારે વરસાદથી હાલ રાહત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande