શ્રાવણ માસ નિમિત્તે જાળિયા શ્રી શિવકુંજ આશ્રમમાં યજ્ઞ યોજાયો
ભાવનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) : ગોહિલવાડના પ્રસિદ્ધ શ્રી શિવકુંજ આશ્રમ, જાળિયા ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આશ્રમ ખાતે યોજાયેલા યજ્ઞમાં સંતો, મહંતો તેમજ ધાર્મિક અને સામાજિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિ
યગ્ન યોજાયો


ભાવનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) : ગોહિલવાડના પ્રસિદ્ધ શ્રી શિવકુંજ આશ્રમ, જાળિયા ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આશ્રમ ખાતે યોજાયેલા યજ્ઞમાં સંતો, મહંતો તેમજ ધાર્મિક અને સામાજિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહી યજ્ઞમાં આહુતિઓ અર્પણ કરી હતી.

વિશ્વાનંદ માતાજીના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ ધાર્મિક આયોજનમાં આશ્રમ પરિવાર સહિત અનેક સંતો અને મહંતોની ઉપસ્થિતિ જોવા મળી હતી. શ્રાવણ માસ દરમિયાન યજ્ઞ, પૂજન અને ધાર્મિક વિધિઓ દ્વારા ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. આ પ્રસંગે સાધુ પરંપરામાં મહત્વનું સ્થાન ધરાવતા મુક્તાનંદજી મહારાજ, સિહોરના ઝીણારામજી મહારાજ, જાણીતા વક્તા આત્માનંદજી સરસ્વતી તેમજ આંબલા શ્રી વાંકિયા હનુમાનજી સ્થાનના રવુબાપુ યજ્ઞ પૂજન અને વંદનામાં જોડાયા હતા. સંતોએ યજ્ઞમાં આહુતિઓ અર્પણ કરી ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande