તેલંગાણામાં લોખંડના સળિયા ભરેલા કન્ટેનર સાથે બસ અથડાઈ, 5 લોકોના મોત, 20 ઘાયલ
હૈદરાબાદ (તેલંગાણા), 26 ઓગસ્ટ (હિ.સ) : બુધવારે સવારે 4:30 વાગ્યે સૂર્યપેટ જિલ્લામાં લોખંડના સળિયા ભરેલા કન્ટેનર સાથે ખાનગી બસ અથડાઈ, જેમાં પાંચ લોકોના મોત અને લગભગ 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. હૈદરાબાદ-વિજયવાડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આ અકસ્માત થય
Bus collides with container filled with iron bars in Telangana, 5 dead, 20 injured


હૈદરાબાદ (તેલંગાણા), 26 ઓગસ્ટ (હિ.સ) : બુધવારે સવારે 4:30 વાગ્યે સૂર્યપેટ જિલ્લામાં લોખંડના સળિયા ભરેલા કન્ટેનર સાથે ખાનગી બસ અથડાઈ, જેમાં પાંચ લોકોના મોત અને લગભગ 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા.

હૈદરાબાદ-વિજયવાડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આ અકસ્માત થયો. ખાનગી બસ, 42 મુસાફરોને લઈને હૈદરાબાદથી આંધ્રપ્રદેશના એલુરુ જઈ રહી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, બસ આગળના કન્ટેનરના પાછળના ભાગ સાથે અથડાઈ હતી. કન્ટેનર લોખંડના સળિયા ભરેલું હતું. ટક્કર બાદ, બસની અંદર ચીસો અને બૂમો પડી રહી હતી.

પોલીસનું કહેવું છે કે ઘાયલો અને ફસાયેલા મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં એક કલાકથી વધુ સમય લાગ્યો. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માતને કારણે હૈદરાબાદ-વિજયવાડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારે ટ્રાફિક જામ થયો હતો.

તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે મુખ્ય સચિવને ઘાયલોની સારવારમાં બેદરકારી ન દાખવવાનો આદેશ આપ્યો.

હિન્દુસ્થાન સમાચાર/દેવ કુમાર પુખરાજ/મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande