નેપાળમાં અચાનક આવેલા પૂરથી અસરગ્રસ્ત નાગરિકો માટે હેલ્પલાઇન જાહેર
ભાવનગર, 27 ઓગસ્ટ (હિ.સ.) : નેપાળ-ચીન સરહદ નજીક તિબેટ તરફથી ભોટેકોશી નદીમાં ભારે વરસાદના કારણે રસુવા જિલ્લા સહિતના વિવિધ વિસ્તારોમાં અચાનક પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. નેપાળમાં પ્રવાસે ગયેલા અથવા રોકાયેલા ભાવનગર જિલ્લાના કોઈ નાગરિક અસરગ્રસ્ત થયા હોય
જાહેર કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર


ભાવનગર, 27 ઓગસ્ટ (હિ.સ.) : નેપાળ-ચીન સરહદ નજીક તિબેટ તરફથી ભોટેકોશી નદીમાં ભારે વરસાદના કારણે રસુવા જિલ્લા સહિતના વિવિધ વિસ્તારોમાં અચાનક પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે.

નેપાળમાં પ્રવાસે ગયેલા અથવા રોકાયેલા ભાવનગર જિલ્લાના કોઈ નાગરિક અસરગ્રસ્ત થયા હોય કે ફસાયેલા હોવાની માહિતી મળે તો તેમના પરિવારજનો, સગાં-સંબંધીઓ તથા ટૂર ઓપરેટરો દ્વારા તાત્કાલિક ભાવનગર જિલ્લા કંટ્રોલરૂમ (૦૨૭૮) ૨૫૨૧૫૫૪/૫૫ અથવા હેલ્પલાઇન 1077 પર સંપર્ક કરવો.

આ ઉપરાંત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર 07923251900 તથા વૉટ્સએપ નંબર 9978405304 જાહેર કરવામાં આવ્યા છે. જેના પર પણ નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકો અથવા તેમના પરિવારજનોને કોઈપણ પ્રકારની તાત્કાલિક મદદની જરૂર હોય તો વિલંબ કર્યા વિના હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરવા જણાવાયું છે.

નેપાળમાં અસરગ્રસ્ત ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી હેલ્પલાઇન +977 985 131 6807 અને +977 970 910 7500 પણ જાહેર કરવામાં આવ્યા છે. જરૂરિયાતમંદ નાગરિકો અથવા તેમના પરિવારજનો તાત્કાલિક આ નંબરો પર સંપર્ક કરી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande