સીજેપી-કોંગ્રેસના કાર્યકરો બોડકદેવ ગાર્ડનમાં મલાલાનું પુસ્તક વાંચવા ભેગા થયેલા લોકોને માર માર્યો હોવાનો આક્ષેપ
- સીજેપી-કોંગ્રેસના કાર્યકરો બોડકદેવ ગાર્ડનમાં પુસ્તક વાંચવા બેસતા બજરંગદળ પહોંચ્યું. અમદાવાદ, 28 ઓગસ્ટ (હિ.સ.) : અમદાવાદમાં સીજેપી-કોંગ્રેસના કાર્યકરો બોડકદેવ ગાર્ડનમાં મલાલાનું પુસ્તક વાંચવા ભેગા થયેલા લોકોને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્
સીજેપી-કોંગ્રેસના કાર્યકરો બોડકદેવ ગાર્ડનમાં મલાલાનું પુસ્તક વાંચવા ભેગા થયેલા લોકોને માર માર્યો હોવાનો આક્ષેપ


- સીજેપી-કોંગ્રેસના કાર્યકરો બોડકદેવ ગાર્ડનમાં પુસ્તક વાંચવા બેસતા બજરંગદળ પહોંચ્યું.

અમદાવાદ, 28 ઓગસ્ટ (હિ.સ.) : અમદાવાદમાં સીજેપી-કોંગ્રેસના કાર્યકરો બોડકદેવ ગાર્ડનમાં મલાલાનું પુસ્તક વાંચવા ભેગા થયેલા લોકોને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

થોડા સમય અગાઉ આનંદ નિકેતન સ્કૂલમાં મલાલા યુસુફના પુસ્તક વાંચવા બદલ વિવાદ થયો હતો જે બાદ સીજેપી અને કોંગ્રેસના કાર્યકરો ગુરુવારે એ જ પુસ્તક વાંચવા બોડકદેવના સરકારી ગાર્ડનમાં ભેગા થયા હતા. જેની બજરંગ દળને જાણ થતા બજરંગદળના કાર્યકરોએ ગાર્ડનમાં પહોંચીને વિરોધ કર્યો હતો.

આ વિરોધ દરમિયાન બજરંગદળના કાર્યકરોએ સીજેપી અને કોંગ્રેસના કાર્યકરોને માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે, જે બાદ મામલો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.

બજરંગદળના કાર્યકરો પહોંચ્યા ત્યારે કોકરોચ જનતા પાર્ટી સાથે જોડાયેલા કેટલાક લોકો અને કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા ત્યાં હાજર હતા. આ તમામ લોકો સાથે બજરંગદળના કાર્યકરોની બોલાચાલી થઈ હતી.

આ દરમિયાન બજરંગ દળના કાર્યકરોએ ત્યાં હાજર લોકો પૈકી કેટલાક લોકોને માર માર્યાના આક્ષેપ છે. બનાવની જાણ થતા વસ્ત્રાપુર પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી.

પોલીસ ઘટનાસ્થળેથી તમામને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈને આવી હતી. કોંગ્રેસ દ્વારા બજરંગદળના કાર્યકરો પર આક્ષેપ કરવામાં આવ્યા છે અને પોલીસ ફરિયાદની માગ કરવામાં આવી છે.

બજરંગદળના નેતા જ્વલિત મહેતાએ જણાવ્યું હતું કે મલાલાનું પુસ્તક ન વાંચવું જોઈએ કારણ કે, તે કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ માને છે. આ વ્યક્તિ દેશ વિરોધી જ કહેવાય જેથી દેશ વિરોધી વ્યક્તિનું પુસ્તક વાંચનારને અમે રોકીશું. અગાઉ સ્કૂલમાં વિવાદ થયો તો સ્કૂલે તે પુસ્તક બંધ કર્યું હવે કોંગ્રેસ અને સીજેપી નિર્દોષ લોકોને આ પુસ્તક વંચાવે છે જે અમે બંધ કરાવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande