


પોરબંદર, 28 ઓગસ્ટ (હિ.સ.) સાંદીપનિ
વિદ્યાનિકેતન ખાતે પ્રતિ વર્ષની પરંપરા મુજબ ભાઈ રમેશ ઓઝાના સાનિધ્યમાં શ્રાવણી ઉપાકર્મ તથા નૂતન યજ્ઞોપવિત ધારણવિધિ શાસ્ત્રોક્ત
રીતે સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે પોરબંદર શહેર માંથી આવેલા બ્રાહ્મણો, સાંદીપનિના ગુરુજનો તથા ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા હતા.સાંદીપનિ વિદ્યાનિકેતન સંકુલના સંસ્કૃત છાત્રાલય ખાતે સવારે વૈદિક રિચ્યુઅલ ટીમ દ્વારા ભાઈશ્રી ની
પાવન ઉપસ્થિતિમાં વેદોક્ત અને શાસ્ત્રોક્ત
વિધિ સાથે હેમાદ્રિ સંકલ્પ પૂર્વક દશવિધિ
સ્નાનની વિધિ કરવામાં આવી હતી.
દશવિધિ સ્નાન બાદ સંસ્કૃત પાઠશાળાના નૂતન છાત્રાવાસમાં મધ્યાહ્ન સંધ્યા
સાથે દેવ, ઋષિ અને મનુષ્ય તર્પણ વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થાપિત દેવતાઓનું પૂજન, નૂતન યજ્ઞોપવિતનું પૂજન તથા
ગાયત્રીમંત્રનાજપ સાથે યજ્ઞોપવિત ધારણ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ગાયત્રીમંત્રના હોમ તથા આરતી સાથે સમગ્ર વિધિની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya