પોરબંદર આર્ય કન્યા ગુરુકુળમાં 300થી વધુ દીકરીઓએ ધારણ કરી જનોઈ.
પોરબંદર, 28 ઓગસ્ટ (હિ.સ.) રક્ષાબંધન અને નાળિયેરી પૂનમના પવિત્ર પર્વે પોરબંદરના આર્યકન્યા ગુરુકુળમાં અનોખી પરંપરા જોવા મળી હતી.ગુરુકુળમાં 300થી વધુ દીકરીઓએ વેદોક્તવિધિ અને મંત્રોચ્ચાર સાથે જનોઈ એટલેકે યજ્ઞોપવિત ધારણ કર્યું હતું.
પોરબંદર  આર્ય કન્યા  ગુરુકુળમાં  300થી વધુ દીકરીઓએ ધારણ કરી જનોઈ.


પોરબંદર  આર્ય કન્યા  ગુરુકુળમાં  300થી વધુ દીકરીઓએ ધારણ કરી જનોઈ.


પોરબંદર  આર્ય કન્યા  ગુરુકુળમાં  300થી વધુ દીકરીઓએ ધારણ કરી જનોઈ.


પોરબંદર, 28 ઓગસ્ટ (હિ.સ.) રક્ષાબંધન

અને નાળિયેરી પૂનમના પવિત્ર પર્વે પોરબંદરના આર્યકન્યા ગુરુકુળમાં અનોખી પરંપરા જોવા મળી હતી.ગુરુકુળમાં 300થી વધુ દીકરીઓએ વેદોક્તવિધિ અને મંત્રોચ્ચાર સાથે જનોઈ એટલેકે યજ્ઞોપવિત ધારણ કર્યું હતું.

સામાન્યરીતે પુરુષો દ્વારા ધારણ કરવામાં આવતી જનોઈ દીકરીઓ પણ ધારણ કરી શકે તેવો વૈદિક સંદેશ અહીં વર્ષોથી આપવામાં આવી રહ્યો છે.

ગુરુકુળમાં છેલ્લા 89 વર્ષથીઆ પરંપરા જળવાઈ રહી છે. યજ્ઞોપવિત સંસ્કારને માત્ર ધાર્મિક નહીં પરંતુ

સંસ્કાર અને શિસ્ત સાથે જોડીને દીકરીઓને શિક્ષણ આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે અહીં નાત-જાતના ભેદભાવ વિના દીકરીઓને સંસ્કાર આપવામાં આવે છે.

મુસ્લિમ સમાજની દીકરીઓ પણ જનોઈ ધારણ કરી વૈદિક સંસ્કારો સાથે જોડાય છે.ગુરુકુળમાં અભ્યાસ કરતી દીકરીઓને શિક્ષણની સાથે ધર્મ, સંસ્કાર, સામાજિકઅને

આધ્યાત્મિક જ્ઞાન આપવામાં આવે છે.

અત્યાર સુધીમાં 30 હજાર થી વધુ વિદ્યાર્થિનીઓ

જનોઈ ધારણ કરી ચૂકી છે.શેઠ

નાનજી કાલિદાસ મહેતા અને સવિતા

દીદી દ્વારા સ્થાપિત આર્યકન્યા ગુરુકુળમાં દીકરીઓના શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિ અને વૈદિક સંસ્કારોનું સતત સિંચન કરવામાં આવી રહ્યું છે.રક્ષાબંધનના દિવસે યોજાયેલા આયજ્ઞોપવિત સંસ્કારમાં 300થી વધુ દીકરીઓની ભાગીદારીથી ગુરુકુળમાં ધાર્મિક અને સંસ્કારસભર માહોલ સર્જાયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande