સુદામાપુરી થી ગાંધી જન્મભૂમિ સુધીની ગૌરવ ગાથા.
પોરબંદર, 28 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદરના નામનો પ્રાચીન ઉલ્લેખ ‘પૌરવેલાકુલ’તરીકે મળે છે. ઇ.સ. 989ના એક તામ્રપત્રમાં આનામનો ઉલ્લેખ જોવા મળે છે. બાદમાં મધ્યકાલીન સમયમાં કૃષ્ણભક્તિના જુવાળ સાથે આ નગરની ઓળખ ‘સુદામાપુરી’ તરીકે વધુ પ્રચલિત
સુદામાપુરી થી    ગાંધી જન્મભૂમિ સુધીની ગૌરવ ગાથા.


સુદામાપુરી થી    ગાંધી જન્મભૂમિ સુધીની ગૌરવ ગાથા.


સુદામાપુરી થી    ગાંધી જન્મભૂમિ સુધીની ગૌરવ ગાથા.


સુદામાપુરી થી    ગાંધી જન્મભૂમિ સુધીની ગૌરવ ગાથા.


સુદામાપુરી થી    ગાંધી જન્મભૂમિ સુધીની ગૌરવ ગાથા.


સુદામાપુરી થી    ગાંધી જન્મભૂમિ સુધીની ગૌરવ ગાથા.


પોરબંદર, 28 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદરના

નામનો પ્રાચીન ઉલ્લેખ ‘પૌરવેલાકુલ’તરીકે મળે છે. ઇ.સ. 989ના એક તામ્રપત્રમાં આનામનો ઉલ્લેખ જોવા મળે છે. બાદમાં મધ્યકાલીન સમયમાં કૃષ્ણભક્તિના જુવાળ સાથે આ

નગરની ઓળખ ‘સુદામાપુરી’ તરીકે વધુ પ્રચલિત

બની.ઇ.સ. 1250 પછીના સાહિત્ય અને શિલાલેખોમાં ‘સુદામાપુરી’ નામના સંદર્ભો જોવા મળે છે.મહારાષ્ટ્રના સંત નામદેવ અને

ચક્રધરસ્વામી જેવા કવિઓએ પણ સુદામા અને સુદામાપુરીનો

ઉલ્લેખકર્યો હોવાનું ઐતિહાસિક સંદર્ભોમાં

જોવા મળે છે.પોરબંદરના સરતાનજીના ગ્રીષ્મ ભવનમાં

સંગ્રહિતઇ.સ. 1260ના લેખમાં પણ ‘સુદામાપુરી’નો ઉલ્લેખ મળે છે.

પોરબંદરની ઓળખ માત્ર શિલાલેખો પૂરતી મર્યાદિત રહી નથી. ગુજરાતી સાહિત્યમાં

પણ આ નગરીનો વિશેષ ઉલ્લેખ જોવા મળે છે.

આધ્યકવિનરસિંહ મહેતાના ‘સુદામા ચરિત’માં સુદામા સાથે જોડાયેલી કથામાં આ નગરીનું મહત્વ

પ્રગટ થાય છે. મીરાંબાઈના નામે પ્રચલિત ‘નરસી

રોમાયરો’ કૃતિમાં પણ ‘પુરી સુદામા’ તરીકે

આ નગરીનો ઉલ્લેખ જોવા મળે છે.

‘પુરી બંદિર’થી પોરબંદરનામ પ્રચલિત બન્યું

સોળમી

સદીના અંત ભાગમાં ગુજરાત ઉપર મુઘલ શાસનનો પ્રભાવ વધ્યો હતો. ત્યારબાદ ફારસી ભાષાના પ્રભાવ સાથે નગરના નામમાં પણ પરિવર્તન જોવા મળ્યું. પોરબંદરના

શાંતિનાથ જિનાલયના ઇ.સ. 1635ના શિલાલેખમાં ‘પુરીબંદિર’ નામનો ઉલ્લેખ મળે છે.

ત્યારબાદ સત્તરમી સદીથી ધીમે ધીમે ‘પોરબંદર’ નામ પ્રચલિત બન્યું અને આજ સુધી આ જ નામે વિશ્વભરમાં ઓળખાય છે.

*ેઠવા

રાજવંશની રાજધાનીબન્યું પોરબંદર

પોરબંદરના

ઇતિહાસમાં જેઠવા રાજવંશનું વિશેષ સ્થાન છે. ઇ.સ. 1785થી

પોરબંદર જેઠવા વંશની રાજધાની

બન્યું. જેઠવા શાસનકાળ દરમિયાન શહેરમાં અનેક ઐતિહાસિક સ્થાપત્યો, રાજમહેલો અને

ધાર્મિક સ્થળોનો વિકાસ થયો. જેઠવા વંશના સાત રાજાઓએ પોરબંદર પર શાસન કર્યું હોવાનું ઐતિહાસિક સંદર્ભોમાં નોંધાય છે.

સુદામાની

નગરી અનેગાંધી જન્મભૂમિ

પોરબંદરની સૌથી મોટી ઓળખ ભગવાન શ્રીકૃષ્ણના મિત્ર સુદામાની નગરી તરીકે

છે, પરંતુ આધુનિક ભારતના ઇતિહાસમાં પણ પોરબંદરને અવિસ્મરણીય સ્થાન મળ્યું છે. 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરની ધરતી પર મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ થયો, જેઓ આગળ જઇને મહાત્મા ગાંધી તરીકે વિશ્વ ભરમાં

જાણીતા બન્યા. આ કારણે પોરબંદરને ‘ગાંધી

જન્મભૂમિ’તરીકે પણ ગૌરવભેર ઓળખવામાં આવે છે.

સુરખાબી નગરથીવિશ્વના નકશા સુધી

પોરબંદરની

કુદરતી સુંદરતા, દરિયાકિનારો, ઐતિહાસિક વારસો અને સાંસ્કૃતિક

સમૃદ્ધિને કારણે તેને ‘સુરખાબી નગર’ જેવી ઉપમાઓ

પણ મળી છે. એક તરફ સુદામાની ભક્તિ પરંપરા

અને બીજી તરફ મહાત્મા ગાંધીની જન્મભૂમિ—આ

બંને ઓળખ પોરબંદરને દેશના અન્ય શહેરોથી

વિશિષ્ટ બનાવે છે.આજે 1037 વર્ષના પડાવ પર પોરબંદર માત્ર પોતાના જન્મદિવસની ઉજવણી નથી કરીરહ્યું, પરંતુ સદીઓ જૂની ઐતિહાસિક પરંપરા, જેઠવા રાજવંશની વિરાસત, સુદામાની સ્મૃતિ અને ગાંધીજીના અહિંસાના સંદેશને પણ યાદ કરી રહ્યું છે. સમય બદલાયો, શાસન બદલાયું, શહેરનાં નામ બદલાયાં, પરંતુ પોરબંદરની ઓળખ અને ગૌરવ આજે પણ અડીખમ છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande