

પોરબંદર, 28 ઓગસ્ટ (હિ.સ.) : અરબી
સમુદ્રના કિનારે વસેલું પોરબંદર માત્ર એક શહેર નથી, પરંતુ
હજારો વર્ષનો ઇતિહાસ, સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને રાષ્ટ્ર ગૌરવની ધરોહર ધરાવતી નગરી છે. ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર સુદામાની નગરી તરીકે જાણીતા પોરબંદરને સમયાંતરે સુદામાપુરી, પૌરવેલાકુલ, પોરબંદર જેવા વિવિધ નામોથી ઓળખવામાં આવ્યું છે.
આજે પોરબંદર પોતાનો 1037મો જન્મદિવસ ઉજવી રહ્યું છે. પોરબંદરની સ્થાપના વિક્રમ સંવત 1046ની શ્રાવણી પૂનમના દિવસે થઈ હોવાનું ઐતિહાસિક રીતે માનવામાં આવે છે. એટલે વિક્રમ સંવતની ગણતરી મુજબ આજે પોરબંદરના 1037 વર્ષ પૂર્ણ થયા છે. જો કે આ ભૂમિનો ઇતિહાસ સ્થાપનાના સમય થી પણ ઘણો પ્રાચીન છે અને પોરબંદર વિસ્તાર પ્રાચીનકાળ થી માનવ વસાહત તથા વેપાર વાણિજ્ય
સાથે જોડાયેલો રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya