
ગૌહાટી, નવી દિલ્હી, 29 ઓગસ્ટ (હિ.સ.). આસામ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) એ, ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા ત્રણ કથિત ડ્રગ તસ્કરોની ધરપકડ કરી છે. તેમના કબજામાંથી 379 ગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવી, જેની અંદાજિત કિંમત ત્રણ કરોડ રૂપિયાથી વધુ જણાવવામાં આવી છે.
મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વ સરમાએ, શુક્રવારે રાત્રે સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી. તેમણે જણાવ્યું કે એસટીએફ આસામ એ આજે એક ગુપ્ત માહિતીના આધારે અભિયાન ચલાવીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં નશીલા પદાર્થો વિરુદ્ધનું અભિયાન ‘આસામ અગેઇન્સ્ટ ડ્રગ્સ’ સતત ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ