ભાવનગરમાં ઝાડપાનના કચરાના નિકાલ માટે મહાનગરપાલિકાની કામગીરી
ભાવનગર, 29 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને રસ્તાઓ તેમજ જાહેર સ્થળોએ ઝાડપાનનો કચરો એકઠો ન થાય તે માટે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રેક્ટર માર
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરી


ભાવનગર, 29 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને રસ્તાઓ તેમજ જાહેર સ્થળોએ ઝાડપાનનો કચરો એકઠો ન થાય તે માટે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રેક્ટર મારફત ઝાડપાનના વેસ્ટનું કલેકશન કરી તેના યોગ્ય નિકાલની કામગીરી કરવામાં આવી હતી.

શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષોના પાન, ડાળીઓ તથા બગીચાઓ અને જાહેર સ્થળોએ એકઠો થતો લીલો કચરો મોટી માત્રામાં જોવા મળતો હોય છે. આવા કચરાના કારણે જાહેર સ્થળોની સ્વચ્છતા પર અસર થવાની સાથે વરસાદી પાણીના નિકાલમાં પણ અડચણ ઊભી થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા નિયમિત ધોરણે ઝાડપાનના વેસ્ટનું એકત્રિકરણ કરવામાં આવી રહ્યું છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો દ્વારા શહેરના વિવિધ સ્થળોએથી ટ્રેક્ટરમાં ઝાડપાનનો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એકત્ર કરાયેલા વેસ્ટને નિયત સ્થળે લઈ જઈ તેના યોગ્ય નિકાલની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન જાહેર સ્થળો, રસ્તાની આસપાસના વિસ્તારો તેમજ અન્ય સ્થળોએ પડેલા ઝાડપાનના કચરાની સફાઈ કરવામાં આવી હતી.

મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે વિવિધ પ્રકારની સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. નાગરિકોને પણ ઝાડપાન સહિતનો કચરો જાહેર સ્થળોએ ન નાખી, મહાનગરપાલિકાની સફાઈ વ્યવસ્થામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. શહેરની સ્વચ્છતા જાળવવામાં નાગરિકોનો સહકાર મહત્વપૂર્ણ હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande