
પાટણ, 29 ઓગસ્ટ (હિ.સ.)સાંતલપુર તાલુકાના વારાહી માર્કેટ યાર્ડ ખાતે 16 બેઠકોની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. જેમાં 10 ખેડૂત, 4 વેપારી અને 2 ખરીદ-વેચાણ સંઘની બેઠકોનો સમાવેશ થાય છે. ચૂંટણી અધિકારી એસ.એન. ઝાલાની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને સંભવિત ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.
આ ચૂંટણીમાં કુલ 482 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 412 ખેડૂત, 12 વેપારી અને 58 ખરીદ-વેચાણ સંઘના મતદારોનો સમાવેશ થાય છે. મતદારો દ્વારા નવા ડિરેક્ટરોની પસંદગી કરવામાં આવશે, ત્યારબાદ ચેરમેન સહિતની નવી વ્યવસ્થા નક્કી થશે.
ચૂંટણી કાર્યક્રમ મુજબ 29 ઓગસ્ટ, 2026 ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 30 ઓગસ્ટે ફોર્મની ચકાસણી, 2 સપ્ટેમ્બરે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા, 9 સપ્ટેમ્બરે મતદાન અને 10 સપ્ટેમ્બરે મતગણતરી યોજાશે. ચૂંટણીને લઈને પાટણ જિલ્લાના સહકારી અને રાજકીય ક્ષેત્રમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ