બાયર્ન મ્યુનિખ સાથે કરાર લંબાવવાની તૈયારીમાં હેરી કેન, ક્લબ સાથે વાતચીત શરૂ થઈ
મ્યુનિખ, નવી દિલ્હી, 29 ઓગસ્ટ (હિ.સ.). જર્મન ફૂટબોલ ક્લબ બાયર્ન મ્યુનિખના સ્ટાર સ્ટ્રાઈકર હેરી કેને શુક્રવારે પુષ્ટિ કરી કે, તેમણે ક્લબ સાથેના પોતાના કરારને લંબાવવા અંગે વાતચીત શરૂ કરી દીધી છે. કેનનો વર્તમાન કરાર 2027 સુધીનો છે. બુન્ડેસલીગાના વર્ત
બાયર્ન મ્યુનિખના સ્ટાર સ્ટ્રાઈકર હેરી કેન


મ્યુનિખ, નવી દિલ્હી, 29 ઓગસ્ટ (હિ.સ.). જર્મન ફૂટબોલ ક્લબ બાયર્ન મ્યુનિખના સ્ટાર સ્ટ્રાઈકર હેરી કેને શુક્રવારે પુષ્ટિ કરી કે, તેમણે ક્લબ સાથેના પોતાના કરારને લંબાવવા અંગે વાતચીત શરૂ કરી દીધી છે. કેનનો વર્તમાન કરાર 2027 સુધીનો છે.

બુન્ડેસલીગાના વર્તમાન ચેમ્પિયન બાયર્ન મ્યુનિખ લાંબા સમયથી કેન સાથે કરાર આગળ વધારવાની ઈચ્છા વ્યક્ત કરતું રહ્યું છે. ક્લબની સ્ટટગાર્ટ સામે 5-1ની જીત પછી કેને જણાવ્યું કે નવા કરાર અંગેની પ્રથમ બેઠક ગયા અઠવાડિયે થઈ હતી.

કેને એક નિવેદનમાં કહ્યું, હું 33 વર્ષનો છું. કદાચ આ મારો છેલ્લો કરાર નહીં હોય, પરંતુ મારા માટે આ એક મોટો કરાર હશે, જેના પર મારે હસ્તાક્ષર કરવાના છે.

તેમણે કહ્યું કે, નવા કરાર અંગે હજુ ઘણા પાસાઓ પર ચર્ચા કરવાની બાકી છે, પરંતુ તેઓ બાયર્ન સાથે પોતાનો સંબંધ ચાલુ રાખવા માંગે છે. કેન 2023માં ટોટનહામ હોટ્સ્પરથી બાયર્ન મ્યુનિખ પહોંચ્યા હતા.

તેમણે કહ્યું, બંને પક્ષોએ એ સુનિશ્ચિત કરવું પડશે કે તેઓ ખુશ હોય. હાલમાં કોઈપણ પક્ષ તરફથી કોઈ ઉતાવળ નથી. મને પૂરો વિશ્વાસ છે કે આપણે એવી સ્થિતિ સુધી પહોંચીશું, જ્યાં બંને પક્ષો ખુશ હશે.

33 વર્ષીય કેન આ સમયે બેલોન ડી'ઓરના દાવેદારોમાં સામેલ છે. તેમણે ગયા સત્રમાં બાયર્ન માટે 31 બુન્ડેસલીગા મેચોમાં 36 ગોલ કર્યા હતા. આ જર્મન ટોચની લીગના એક સત્રમાં કોઈ ખેલાડી દ્વારા કરવામાં આવેલા ત્રીજા સૌથી વધુ ગોલ હતા. કેને ગયા સત્રમાં બાયર્ન સાથે લીગ અને કપનો ખિતાબ પણ જીત્યો.

ક્લબ અને દેશ માટે મળીને કેને ગયા સત્રમાં કુલ 73 ગોલ કર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી વિશ્વ કપમાં તેમણે છ ગોલ કર્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande