સિદ્ધપુરમાં હોટલ પાસે અકસ્માતમાં યુવકનું મોત
પાટણ, 29 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુર નેશનલ હાઈવે પર સુજાનપુર નજીક બનાસવાડી હોટલ પાસે પૂરઝડપે આવેલા વાહને ચા બનાવતા યુવકને ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ શકીલ ઐયુબભાઈ સિપાઈ તરીકે થઈ છે. શકીલ મૂળ બાવલમુડી (તા. વડગામ)ના વતની અ
સિદ્ધપુરમાં હોટલ પાસે અકસ્માતમાં યુવકનું મોત


સિદ્ધપુરમાં હોટલ પાસે અકસ્માતમાં યુવકનું મોત


પાટણ, 29 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુર નેશનલ હાઈવે પર સુજાનપુર નજીક બનાસવાડી હોટલ પાસે પૂરઝડપે આવેલા વાહને ચા બનાવતા યુવકને ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ શકીલ ઐયુબભાઈ સિપાઈ તરીકે થઈ છે.

શકીલ મૂળ બાવલમુડી (તા. વડગામ)ના વતની અને હાલ દેથલી ગામે રહેતા હતા. તેઓ બનાસવાડી હોટલ પર ચા બનાવવાનું કામ કરતા હતા. હોટલ આગળ ઊભા હતા ત્યારે GJ 06 LS 8338 નંબરના વાહનચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી તેમને અડફેટે લીધા હતા.

અકસ્મતમાં શકીલને માથા, બંને પગ અને જમણા હાથના કાંડામાં ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ થતાં પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા. સિદ્ધપુર પોલીસે વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande