પ્રધાનમંત્રી મોદીએ, લોકોને ક્યારેય ધીરજ ન છોડવાનું આહ્વાન કર્યું
નવી દિલ્હી, 03 ઓગસ્ટ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે સવારે એક્સ પરની પોસ્ટમાં એક સુભાષિતમ્ શેર કર્યું. તેમણે આ સુભાષિતમ્ દ્વારા લોકોને ક્યારેય ધીરજ ન છોડવાનું આહ્વાન કર્યું. આ સુભાષિતમ્ છે- त्याज्यं न धैर्यं विधुरेऽपि दैवे धैर्यात्कदाचि
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક્સ પોસ્ટ


નવી દિલ્હી, 03 ઓગસ્ટ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે સવારે એક્સ પરની પોસ્ટમાં એક સુભાષિતમ્ શેર કર્યું. તેમણે આ સુભાષિતમ્ દ્વારા લોકોને ક્યારેય ધીરજ ન છોડવાનું આહ્વાન કર્યું. આ સુભાષિતમ્ છે-

त्याज्यं न धैर्यं विधुरेऽपि दैवे धैर्यात्कदाचित्स्थितिमाप्नुयात्सः। याते समुद्रेऽपि च पोतभङ्गे सांयात्रिको वाञ्छति कर्म एव ।।

આ પ્રસિદ્ધ શ્લોક સંસ્કૃતના પ્રસિદ્ધ ગ્રંથ પંચતંત્રમ્ માંથી લેવામાં આવ્યો છે.

સુભાષિતમ્ નો એક્સ પરની પોસ્ટમાં ભાવાનુવાદ આ પ્રમાણે છે- ભાગ્ય પ્રતિકૂળ હોય ત્યારે પણ મનુષ્યે ધીરજ ન છોડવી જોઈએ, કારણ કે ધીરજને કારણે તે ક્યારેય પણ પોતાની ગુમાવેલી અનુકૂળ સ્થિતિને ફરીથી પ્રાપ્ત કરી શકે છે. જેવી રીતે સમુદ્રની વચ્ચે જહાજ તૂટી જાય ત્યારે પણ એક કુશળ નાવિક ફક્ત પોતાના કર્મ એટલે કે જીવતા રહેવા અને તરવાના પ્રયાસની ઈચ્છા રાખે છે અને હિંમત હારતો નથી.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande