
નવી દિલ્હી, 03 ઓગસ્ટ (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સાંસદ નિશિકાંત દુબેએ, ઝારખંડમાં રાજ્ય લોક સેવા આયોગ સહિતની વિવિધ ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને રાજ્યની હેમંત સોરેન સરકાર પર નિશાન સાધતા આજે જણાવ્યું કે, છેલ્લા સાત-આઠ વર્ષમાં ઝારખંડમાં ભાઈ-ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારને કારણે, યોગ્ય યુવાનો રોજગારથી વંચિત રહ્યા છે અને આજે તેઓ આંદોલન કરવા મજબૂર છે.
ઝારખંડની ભરતી પરીક્ષાઓ વિશે નિશિકાંત દુબેએ સોમવારે, સંસદ પરિસરમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ઝારખંડના વિદ્યાર્થીઓની માંગ સંપૂર્ણપણે વાજબી છે. તેમનો આરોપ છે કે છેલ્લા 7-8 વર્ષમાં ઝારખંડ લોક સેવા આયોગમાં ભાઈ-ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારનું વાતાવરણ રહ્યું છે, જેના કારણે રાજ્યના યુવાનોને રોજગાર મળી રહ્યો નથી અને તેઓ સતત આંદોલન કરવા મજબૂર છે.
નિમણૂક નિશિકાંત દુબેએ કહ્યું કે, ઝારખંડમાં જેપીએસસી અને જેએસએસસી ની ભરતી પરીક્ષાઓમાં અનિયમિતતાઓને લઈને વિદ્યાર્થીઓ લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ તેમની ફરિયાદો પર કોઈ ગંભીરતાથી ધ્યાન આપી રહ્યું નથી. તેમણે આરોપ લગાવ્યો કે આયોગના સભ્યોની નિમણૂક કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) ના પ્રભાવ હેઠળ થઈ છે, જેના કારણે ભરતી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર સવાલો ઉભા થયા છે.
ભાજપ સાંસદે કહ્યું કે, રાજ્યના યુવાનો રોજગારની આશામાં વર્ષો સુધી તૈયારી કરે છે, પરંતુ ભરતી પ્રક્રિયાઓમાં સતત વિવાદો સામે આવવાથી તેમનું ભવિષ્ય પ્રભાવિત થઈ રહ્યું છે. તેમણે માંગ કરી કે વિદ્યાર્થીઓની ફરિયાદોની નિષ્પક્ષ તપાસ કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
ખરેખર, ઝારખંડમાં તાજેતરના વર્ષોમાં જીપીએસસી અને જીએસએસસી ની વિવિધ ભરતી પરીક્ષાઓને લઈને ઘણી વખત અનિયમિતતાઓ અને પ્રશ્નપત્ર લીકના આરોપો લાગ્યા છે. ખાસ કરીને જીપીએસસી ની સંયુક્ત સિવિલ સેવા પરીક્ષા અને અન્ય ભરતી પ્રક્રિયાઓને લઈને ઉમેદવારોએ પારદર્શિતા પર સવાલો ઉઠાવતા વ્યાપક પ્રદર્શનો કર્યા હતા. ઘણા કિસ્સાઓમાં તપાસની માંગ પણ ઉઠી, જ્યારે ઝારખંડમાં પણ ભાજપ અને અન્ય વિરોધ પક્ષોએ પણ ભરતી પ્રક્રિયાઓમાં કથિત ગેરરીતિઓને લઈને રાજ્ય સરકારને ઘેરી હતી. આ જ આરોપો અને પડતર માંગણીઓને લઈને વિદ્યાર્થીઓ ફરી એકવાર આંદોલન કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / સૌરવ રાય / સચિન બુધૌલિયા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ