રાષ્ટ્રપતિ મુર્મુ સાથે, ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રીએ મુલાકાત કરી
નવી દિલ્હી, 03 ઓગસ્ટ (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે, સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રી સઈદોવ બખ્તિયાર ઓદિલોવિચે મુલાકાત કરી. બંને પક્ષોએ ભારત-ઉઝબેકિસ્તાન સંબંધોને વધુ મજબૂત બનાવવા તેમજ વેપાર, રોકાણ, ખાણકામ, કૃષિ, ઔષધિ અન
રાષ્ટ્રપતિ મુર્મુ સાથે, ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રીએ મુલાકાત કરી


નવી દિલ્હી, 03 ઓગસ્ટ (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે, સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રી સઈદોવ બખ્તિયાર ઓદિલોવિચે મુલાકાત કરી. બંને પક્ષોએ ભારત-ઉઝબેકિસ્તાન સંબંધોને વધુ મજબૂત બનાવવા તેમજ વેપાર, રોકાણ, ખાણકામ, કૃષિ, ઔષધિ અને સૂચના પ્રૌદ્યોગિકી સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા કરી.

રાષ્ટ્રપતિએ ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રી અને તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતા કહ્યું કે, ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે પ્રાચીન વેપાર માર્ગોથી જોડાયેલા ઊંડા ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સભ્યતાગત સંબંધો છે. તેમણે કહ્યું કે, વાસ્તુકલા, ભાષા, ખાનપાન, સંગીત અને ધાર્મિક પરંપરાઓના સહિયારા વારસાએ બંને દેશોની ભાગીદારીને વધુ સુદૃઢ બનાવી છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, ઉઝબેકિસ્તાનના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળની ભારત યાત્રા અને તેની સાથે આયોજિત ભારત-ઉઝબેકિસ્તાન બિઝનેસ ફોરમ એ વાતનો સંકેત છે કે બંને દેશોના કારોબારી સમુદાયોનો એકબીજાના બજારો પર વિશ્વાસ સતત વધી રહ્યો છે. તેમણે દુર્લભ મૃદા (રેર અર્થ) ખનિજ, કૃષિ, ઔષધિ નિર્માણ અને સૂચના પ્રૌદ્યોગિકી જેવા ક્ષેત્રોમાં સહયોગની વ્યાપક સંભાવનાઓનો પણ ઉલ્લેખ કર્યો.

મુર્મુએ કહ્યું કે, ભારતના આઈટીઈસી (આઈટીઈસી) તાલીમ કાર્યક્રમો અને અન્ય શિષ્યવૃત્તિ યોજનાઓથી અત્યાર સુધી ઉઝબેકિસ્તાનના ત્રણ હજારથી વધુ અધિકારીઓ, વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા છે. જ્યારે, 16 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ઉઝબેકિસ્તાનમાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ વિદ્યાર્થીઓ બંને દેશો વચ્ચે મજબૂત જન-થી-જન સંબંધો અને પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

બેઠકમાં બંને પક્ષોએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ યાત્રા દરમિયાન થયેલી ચર્ચાઓ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે મિત્રતા, વિશ્વાસ અને સહયોગના સંબંધોને નવી મજબૂતી પ્રદાન કરશે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande