
નવી દિલ્હી, 30 ઓગસ્ટ (હિ.સ.) ભારતનું ચોથું વિમાન રવિવારે રાહત સામગ્રીની ચોથી ખેપ લઈને કાઠમંડુ પહોંચ્યું અને આપત્તિગ્રસ્ત દેશ નેપાળના લોકોની મદદ કરવા માટે આ સામગ્રી અહીંની સરકારને સોંપી દીધી.
વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે એક્સ પર લખ્યું, 11 ટન રાહત સામગ્રી લઈને ભારતની ચોથી ઉડાન કાઠમંડુ પહોંચી ગઈ છે. આ ઉડાન નેપાળમાં ચાલી રહેલા બચાવ અને રાહત કાર્યોમાં મદદ કરવા માટે જરૂરી સામાન અને તકનીકી ક્ષમતાઓ લઈને આવી છે.
આમાં શોધ અને બચાવ કામગીરી માટેના ઉપકરણો સાથે એક ટનલ ટેકનિકલ ટીમ, ડીએનએ વિશ્લેષણ માટે ફોરેન્સિક નિષ્ણાતોની એક ટીમ તથા ધાબળા, સ્લીપિંગ બેગ, તાડપત્રી, પ્લાસ્ટિક શીટ અને હાઈજીન કીટ જેવી રાહત સામગ્રીનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, નેપાળના રસુવા અને આસપાસના વિસ્તારોમાં ભોટેકોશી નદીમાં 26 ઓગસ્ટની સવારે અચાનક આવેલી વિનાશકારી પૂર (ભારે પૂર) માં અત્યાર સુધીમાં લગભગ 724 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને સેંકડો લોકો ગુમ છે. ગુમ થયેલા લોકોમાં વિદેશી નાગરિકો અને સુરક્ષાકર્મીઓનો પણ સમાવેશ થાય છે. પૂરે ત્રણ જિલ્લામાં ભારે તબાહી મચાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ