
નવી દિલ્હી, 30 ઓગસ્ટ (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં એક વેબસાઇટ વિશે માહિતી આપી, જેમાં ભારતીય ઇતિહાસના અલગ-અલગ કાળખંડમાં કોનું શાસન રહ્યું છે, તેની માહિતી મેળવી શકાય છે.
‘મન કી બાત’ના 137મા એપિસોડમાં વડાપ્રધાને કહ્યું કે, (bharatrajya.com) વેબસાઇટ પર વર્ષ પસંદ કરીને સરળતાથી જાણી શકાય છે કે, કયા સમયે ભારતના કયા ભાગમાં કોનું શાસન હતું. તેમણે કહ્યું કે, આ વેબસાઇટને ખૂબ જ સાદી રાખવામાં આવી છે.
કાર્યક્રમ માટે વડાપ્રધાને વેબસાઇટ બનાવનાર કૃષ્ણ શેશાદ્રી સાથે ફોન પર વાતચીત પણ કરી. જેમાં શેશાદ્રીએ જણાવ્યું કે, ભારતીય ઇતિહાસમાં કેટલાક ગણ્યા-ગાંઠ્યા શાસકો વિશે ભણાવવામાં આવે છે, પરંતુ આપણો ઇતિહાસ ઘણા નાયકોથી ભરેલો છે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ