છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલી ડમ્પમાંથી મોટી માત્રામાં રાઇફલો, બીજીએલ શેલ અને વિસ્ફોટકો મળી આવ્યા.
નારાયણપુર, નવી દિલ્હી, 30 ઓગસ્ટ (હિ.સ.). છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં અદનારના જંગલમાં ચલાવવામાં આવી રહેલા સર્ચિંગ અભિયાન દરમિયાન આજે રવિવારે સુરક્ષા દળોએ જમીનમાં દાટીને છુપાવવામાં આવેલા હથિયારોનો મોટો નક્સલી ડમ્પ શોધી કાઢ્યો છે. મળી આવેલા વિસ્ફોટ
છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલી ડમ્પમાંથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા


નારાયણપુર, નવી દિલ્હી, 30 ઓગસ્ટ (હિ.સ.). છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં અદનારના જંગલમાં ચલાવવામાં આવી રહેલા સર્ચિંગ અભિયાન દરમિયાન આજે રવિવારે સુરક્ષા દળોએ જમીનમાં દાટીને છુપાવવામાં આવેલા હથિયારોનો મોટો નક્સલી ડમ્પ શોધી કાઢ્યો છે. મળી આવેલા વિસ્ફોટકોને ગાઢ જંગલોની વચ્ચે પ્લાસ્ટિકથી ઢાંકીને રાખવામાં આવ્યા હતા. મળી આવેલા નક્સલી ડમ્પમાંથી 10 રાઇફલ, 2 ગ્રેનેડ લોન્ચર, 13 જીવંત બીજીએલ શેલ, 16 જીવંત કારતૂસ, 2 કિલોગ્રામ વિસ્ફોટક અને 1 ટેલિસ્કોપિક સાઇટ મળી છે.

નારાયણપુરના પોલીસ અધિક્ષક સંદીપ કુમાર પટેલે તેની પુષ્ટિ કરતા જણાવ્યું કે, નક્સલ પ્રવૃત્તિઓના ખાત્મામાં મહત્વપૂર્ણ સફળતા મળ્યા પછી સુરક્ષા દળો જંગલોમાં કોઈપણ પ્રકારના જૂના હથિયાર ડમ્પ અને વિસ્ફોટક સામગ્રીને લઈને સતર્ક છે. નક્સલવાદીઓ દ્વારા લાંબા સમયથી જંગલો અને દુર્ગમ વિસ્તારોમાં છુપાવવામાં આવેલા હથિયારો અને અન્ય સામગ્રીઓની શોધ માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, જૂના નક્સલી ડમ્પની શોધખોળથી વિસ્તારમાં હાજર નક્સલી પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે સમાપ્ત કરવામાં મદદ મળશે. આ સાથે જ જંગલોમાં છુપાવવામાં આવેલા હથિયારો અને વિસ્ફોટકો ભવિષ્યમાં કોઈ સંભવિત ખતરાનું કારણ ન બને, તે માટે સર્ચિંગ અભિયાનને સતત ચાલુ રાખવામાં આવી રહ્યું છે.

નારાયણપુર પોલીસ અધિક્ષક પટેલ, 129મી વાહિની બીએસએફના કમાન્ડન્ટ મુકેશ કુમારના નિર્દેશન અને વધારાના પોલીસ અધિક્ષક (ઓપ્સ) અક્ષય સબદ્રાના માર્ગદર્શન હેઠળ નારાયણપુર પોલીસ અને 129મી વાહિની બીએસએફની સંયુક્ત ટીમ અદનાર વિસ્તારના જંગલમાં સર્ચિંગ અભિયાન પર નીકળી હતી. આ દરમિયાન અદનાર ગામની ઉત્તર-પશ્ચિમ દિશામાં જવાનોએ સઘન તલાશી અભિયાન ચલાવ્યું. આમાં સુરક્ષા દળોને જંગલમાં નક્સલવાદીઓ દ્વારા અગાઉ છુપાવવામાં આવેલો જૂનો ડમ્પ મળ્યો. જવાનોએ ડમ્પની તલાશી લીધી તો તેમાં એક .303 રાઇફલ, ચાર .315 રાઇફલ અને પાંચ 12 બોર રાઇફલ મળી. આ ઉપરાંત બે બેરલ ગ્રેનેડ લોન્ચર અને એક ટેલિસ્કોપિક સાઇટ પણ મળી છે. તલાશી દરમિયાન 13 જીવંત બીજીએલ શેલ, 12 બોરના 16 કારતૂસ અને લગભગ બે કિલો વિસ્ફોટક પણ મળી આવ્યા.

તેમણે જણાવ્યું કે, નક્સલ મુક્ત થઈ ચૂકેલા બસ્તરને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવવા માટે અભિયાન હેઠળ તે સ્થળોની પણ શોધ કરવામાં આવી રહી છે, જ્યાં નક્સલવાદીઓએ અગાઉ હથિયારો, ગોળા-બારૂદ અને વિસ્ફોટકો છુપાવી રાખ્યા હતા. 31 માર્ચ પછી પણ બસ્તરના અલગ-અલગ જંગલોમાં નક્સલવાદીઓ દ્વારા અગાઉ છુપાવવામાં આવેલા હથિયારો અને વિસ્ફોટકો સુરક્ષા દળોની સર્ચિંગ દરમિયાન મળી રહ્યા છે. નારાયણપુર, બીજાપુર અને દંતેવાડામાં થયેલી શોધખોળથી સ્પષ્ટ છે કે જૂના ડમ્પની શોધ હજુ પણ સુરક્ષા અભિયાનોનો મહત્વનો ભાગ બની રહી છે. આનાથી જંગલોમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવામાં પણ મદદ મળશે.

31 માર્ચ પછી મળી આવેલા પાંચ મોટા નક્સલી ડમ્પ-

-29 એપ્રિલ, કાંકેર : જંગલમાં સર્ચિંગ દરમિયાન પાંચ-પાંચ કિલોના સાત કુકર આઇઇડી, બે પાઇપ બોમ્બ, કોડેક્સ વાયર અને અન્ય માઓવાદી સામગ્રી મળી આવી.

-3 મે, દંતેવાડા : બારસુર વિસ્તારના જંગલમાં માઓવાદીઓનો મોટો વિસ્ફોટક ડમ્પ મળ્યો. સર્ચિંગમાં લગભગ 10 કિલોનો પાઇપ બોમ્બ, આઇઇડી અને અન્ય વિસ્ફોટક સામગ્રી મળી આવી.

-12 મે, નારાયણપુર : અબુઝમાડના જંગલમાં મોટા ડમ્પમાંથી એક કરોડ એક લાખ 64 હજાર રૂપિયા રોકડા, ત્રણ AK-47, ત્રણ SLR, અન્ય રાઇફલો અને 132 બીજીએલ સેલ સહિત ઇલેક્ટ્રોનિક ડેટોનેટર અને કોર્ડેક્સ વાયર મળી આવ્યા.

-13 મે, બીજાપુર : માઓવાદીઓના ત્રણ ઠેકાણાઓ પરથી 65.52 લાખ રૂપિયા રોકડા, 32 હથિયારો, કારતૂસ અને વિસ્ફોટકો મળી આવ્યા. આ કાર્યવાહી બે અઠવાડિયા સુધી ચાલેલા અભિયાન દરમિયાન થઈ.

-30 ઓગસ્ટ, નારાયણપુર : અદનારના જંગલમાં જૂના ડમ્પમાંથી 10 રાઇફલ, બે બેરલ ગ્રેનેડ લોન્ચર, 13 બીજીએલ શેલ, 16 કારતૂસ અને લગભગ બે કિલો વિસ્ફોટક મળી આવ્યા.

હિન્દુસ્થાન સમાચાર / રાકેશ પાંડે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande