કોલકતામાં યોજાશે 'સંપર્ક' ભારત-રશિયા દ્વિપક્ષીય સંમેલન, ઉદ્યોગ, સંસ્કૃતિ અને ઊર્જા પર થશે મંથન.
કોલકતા, નવી દિલ્હી, 30 ઓગસ્ટ (હિ.સ.). ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા આપવા અને સહયોગની નવી તકો શોધવાના ઉદ્દેશ્યથી ''સંપર્ક–ભારત-રશિયા દ્વિપક્ષીય સંમેલન 2026''નું આયોજન આગામી 31 ઓગસ્ટના રોજ કોલકતામાં થશે. આ મહત્વપૂર્ણ સંમેલન દ્
'સંપર્ક' ભારત-રશિયા દ્વિપક્ષીય સંમેલન


કોલકતા, નવી દિલ્હી, 30 ઓગસ્ટ (હિ.સ.). ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા આપવા અને સહયોગની નવી તકો શોધવાના ઉદ્દેશ્યથી 'સંપર્ક–ભારત-રશિયા દ્વિપક્ષીય સંમેલન 2026'નું આયોજન આગામી 31 ઓગસ્ટના રોજ કોલકતામાં થશે. આ મહત્વપૂર્ણ સંમેલન દ્વારા કોલકાતા અને પૂર્વ ભારતને ભારત-રશિયા સહયોગના એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

વિશ્વ બાંગ્લા કન્વેન્શન સેન્ટરના હોલ નંબર-5માં સવારે 10 વાગ્યાથી શરૂ થનારા સંમેલનમાં ભારત-રશિયા સંબંધો સાથે જોડાયેલા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. સંમેલનનું મુખ્ય કેન્દ્રબિંદુ ઉદ્યોગ, સંસ્કૃતિ અને ઊર્જા પર રહેશે. આ સાથે જ વેપાર, રોકાણ, ટેકનોલોજી અને આર્થિક સહયોગના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચેની સંભાવનાઓ પર પણ વિચાર-વિમર્શ કરવામાં આવશે.

'સંપર્ક'નો ઉદ્દેશ્ય ભારત-રશિયા સંબંધો સાથે જોડાયેલી ચર્ચાને પરંપરાગત વ્યૂહાત્મક કેન્દ્રોથી આગળ વધારીને કોલકાતા અને પૂર્વીય કોરિડોર સુધી લાવવાનો છે.

આયોજકો અનુસાર, પૂર્વ ભારતમાં વેપાર, રોકાણ, ઊર્જા, ટેકનોલોજી અને સાંસ્કૃતિક સહયોગની વ્યાપક સંભાવનાઓને જોતાં આ સંમેલન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

સંમેલનને પશ્ચિમ બંગાળ સરકારના ઉદ્યોગ, વાણિજ્ય અને સાહસ વિભાગ, બિન-પરંપરાગત અને નવીનીકરણીય ઊર્જા સ્ત્રોત વિભાગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ તથા વસ્ત્ર વિભાગ, પર્યટન વિભાગ, આવાસ વિભાગ, કૃષિ વિપણન વિભાગ, શિક્ષણ વિભાગ, પંચાયત અને ગ્રામીણ વિકાસ વિભાગ સહિત અનેક વિભાગોનો સહયોગ પ્રાપ્ત છે.

કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા પ્રતિનિધિઓ, ઉદ્યોગ જગત અને અન્ય હિતધારકોના સામેલ થવાની અપેક્ષા છે. સંમેલન દ્વારા ભારત અને રશિયા વચ્ચે વ્યાવસાયિક, સાંસ્કૃતિક અને ઊર્જા સહયોગને મજબૂત કરવા તથા પૂર્વ ભારત માટે નવી તકો શોધવા પર ભાર રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande