બોક્સ ઓફિસ પર 'હનુમાન અંશ'ની બોલબાલા
નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.) વિશાલ ચતુર્વેદીના નિર્દેશનમાં બનેલી ભક્તિ ફિલ્મ ''હનુમાન અંશ''એ, બોક્સ ઓફિસ પર શાનદાર વાપસી કરતાં મોટી સફળતા હાંસલ કરી છે. નીમ કરોલી બાબાના જીવનથી પ્રેરિત આ ફિલ્મ 7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને શરૂઆતમાં તેની ગ
હનુમાન અંશ-ફોટો સોર્સ એક્સ


નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.) વિશાલ ચતુર્વેદીના નિર્દેશનમાં બનેલી ભક્તિ ફિલ્મ 'હનુમાન અંશ'એ, બોક્સ ઓફિસ પર શાનદાર વાપસી કરતાં મોટી સફળતા હાંસલ કરી છે. નીમ કરોલી બાબાના જીવનથી પ્રેરિત આ ફિલ્મ 7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને શરૂઆતમાં તેની ગતિ ઘણી ધીમી રહી હતી. ફિલ્મે પહેલા દિવસે માત્ર 10 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, પરંતુ દર્શકો તરફથી મળેલી સકારાત્મક પ્રતિક્રિયા બાદ તેની કમાણીમાં સતત વધારો થયો. 24 દિવસમાં ફિલ્મે ભારતમાં 47.33 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે.

ફિલ્મની કમાણીમાં સૌથી મોટો ઉછાળો 24મા દિવસે જોવા મળ્યો. અહેવાલ મુજબ 5,000થી વધુ શોઝમાં 'હનુમાન અંશ'એ 12.75 કરોડ રૂપિયાનું રેકોર્ડ કલેક્શન કર્યું. રિલીઝના પહેલા અઠવાડિયામાં ફિલ્મે માત્ર 1.08 કરોડ રૂપિયા જ એકત્ર કર્યા હતા, જ્યારે બીજા અઠવાડિયામાં તેની કમાણીમાં લગભગ 40 લાખ રૂપિયાનો જ વધારો થયો. જોકે, ત્રીજા અઠવાડિયામાં દર્શકોની સકારાત્મક પ્રતિક્રિયાનો અસર બોક્સ ઓફિસ પર સ્પષ્ટપણે જોવા મળી અને ફિલ્મની કમાણી 10 કરોડ રૂપિયાથી આગળ પહોંચી ગઈ. ચોથા અઠવાડિયામાં પણ ફિલ્મની ગતિ જળવાઈ રહી છે.

લગભગ 2 કરોડ રૂપિયાના ઓછા બજેટમાં બનેલી 'હનુમાન અંશ' હવે 50 કરોડ રૂપિયાના આંકડાની અત્યંત નજીક પહોંચી ગઈ છે. ફિલ્મની હાલની કમાણીએ તેના નિર્માતાઓને ખર્ચની સરખામણીએ 20 ગણાથી વધુ વળતર આપ્યું છે. શરૂઆતમાં ધીમી રહેલી ફિલ્મ માટે દર્શકોની પસંદગી અને સકારાત્મક પ્રતિક્રિયાએ તેની કિસ્મત બદલી નાખી. 'હનુમાન અંશ'ની સફળતા ફરી એકવાર સાબિત કરે છે કે મજબૂત વિષય અને દર્શકો સાથે જોડાયેલી વાર્તા ઓછા બજેટમાં પણ બોક્સ ઓફિસ પર મોટો કમાલ કરી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande